પૂજા કાર્યોમાં કે અન્ય શુભ વસ્તુઓની શરૂઆત હિંદુ ધર્મના લોકો શ્રીફળ સાથે કરે છે. આને પ્રાચીનકાળથી જ પવિત્ર માનવામાં આવે છે. સનાતમ પ્રકૃતિને ઘર્મ સાથે જોડવામાં આવ્યો છે. તેથી જળ, અગ્નિ અને વાયુ બધાને જ પવિત્ર માનવામાં આવે છે.
તમે જાણતા જ હશો કે જયારે પણ પૂજા કરવામાં આવે કે અન્ય શુભ કાર્યો કરવામાં આવે ત્યારે
નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર, સનાતન ધર્મમાં નારિયેળને ‘મંગલસુત્રક’કહેવામાં આવ્યું છે. તંત્ર શાસ્ત્ર મુજબ આને નકારાત્મક ઊર્જા દુર કરતુ અને ભાગ્યસુચક માનવામાં આવ્યું છે. આને ‘શ્રીફળ’ પણ કહેવામાં આવે છે.
શું તમને ખબર છે કે નારિયેળમાં બે આંખ અને એક મોઢું હોય છે? નારિયેળને તોડવાનું કારણ એ છે કે અનિષ્ટ શક્તિઓના સંચાર પર અંકુશ લગાવવો. શ્રીફળનો સંસ્કૃતમાં અર્થ ‘શ્રી’ એટલેકે લક્ષ્મી થાય છે. હિન્દૂ ધર્મની પૌરાણિક પરંપરા મુજબ કોઇપણ કાર્ય લક્ષ્મી વગર પૂરું નથી થતું.
નારિયેળના ઉપરના ભાગને કઠોર, અહંકારનું પ્રતિક માનવામાં આવે છે. જયારે તેની અંદરના ભાગને નરમ અને પવિત્ર માનવામાં આવે છે. પોતાનો નવો ધંધો શરુ કરનાર અને ધર્મમાં આસ્થા રાખનાર લોકો નારિયેળ ફોડવાનું ક્યારેય નથી ભૂલતા. આનો અર્થ લક્ષ્મી થતો હોવાથી તમારી તિજોરી હંમેશા ભરી રહેશે એવું માનવામાં આવે છે.
સંસ્કૃતમાં નારિયેળના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ કહેવાય છે. ઘર્મ અને આસ્થામાં આની અહેમિયત ખુબ જ વધી જાય છે. નારિયેળ ફોડવાની પરંપરા એ વાતનો સંકેત આપે છે કે આવું કરવાથી વ્યક્તિ પોતાના અહંકારોનો ત્યાગ કરીને બધું જ ઈશ્વરને સોપી દે છે. ઉપરાંત આને ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ, રાહુ, શનિની મહાદશા અને બ્લેક મેજીક વગેરેનો નાશ થાય છે.