કેમ કરવામાં આવે છે હિંદુ ધર્મમાં વ્રત અને ઉપવાસ?

260457_orig

હિંદુ ઘર્મમાં વ્રત અને ઉપવાસને એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક હિંદુઓએ આનું પાલન કરવું જોઈએ. હિંદુ દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે.

વ્રત અને ઉપવાસ કરવાથી ધાર્મિક ફાયદાઓની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદાઓ થાય છે. જેમકે અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી પેટની સાફ સફાઈ થઇ પાચનતંત્ર ઠીક થાય છે.

ઉપવાસમાં એક એવી દેવીય શક્તિ રહેલ છે કે જે લોકોના શરીરમાં રહેલ રોગોને મટાડવાનું સામર્થ્ય રાખે છે. આખો દિવસ આપણે અન્ન અને જળનો ત્યાગ કરીએ તેને ઉપવાસ કહેવાય. આને ‘નકોડો ઉપવાસ’ પણ કહેવાય છે.

જો આખો દિવસ ભૂખ્યાં અને તરસ્યા તમે ન રહી શકતા હોવ તો કઈક ફરાળી વસ્તુઓનું પણ તમે સેવન કરી શકો છો. આને પણ ઉપવાસ જ કહેવાય છે. વ્રત/ઉપવાસ કરવાથી સિદ્ધિ અને સમૃદ્ધિ આપણે હાસિલ કરી શકીએ છીએ અને દેવી-દેવતાઓ પણ આપણા પર પ્રસન્ન થાય છે.

Intermittent-Fasting-Methods_2

વ્રત ત્રણ પ્રકારના હોય છે. જેમકે પહેલું નિત્ય વ્રત. જેમાં તમે ભગવાનની પૂજા કરીને તેમણે પ્રસન્ન કરી શકો છો. આ વ્રતમાં તમારે ક્રોધ, નિંદા, અપશબ્દ વગેરે ન બોલવું અને ન સંભાળવું.

બીજું છે નેમીત્તિક વ્રત. જે કરવાથી તમે પાપના દોષથી મુક્તિ મેળવી શકો છો. આને રાખવાનો એક વિશેષ દિવસ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એકાદશીના વ્રતનો ઉત્તમ મહિમા દર્શાવી મહત્વ પણ સમજાવ્યું છે.

હવે ત્રીજુ છે કામ્ય વ્રત. જેમાં પુત્ર પ્રાપ્તિ, ઘન સમૃદ્ધિ અને અન્ય સુખોની પ્રાપ્તિ માટે કરેલ વ્રતને કામ્ય વ્રત કહેવાય છે.

સામાન્ય રીતે મહિલાઓ પોતાની શ્રધ્ધા અને આસ્થા અનુસાર અલગ અલગ દેવી-દેવતાને માનીને તેમનું પૂજન કરે છે. વ્રત ખાસ કરીને કોઈ તહેવાર, પવિત્ર ચાતુર્માસ કે પછી અઠવાડિયામાં આવે છે. ધર્મ અને માન્યતાઓ અનુસાર વ્રત રાખવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થઇ ને કષ્ટો, પરેશાનીઓને દુર કરે છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Comments

comments


7,611 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 5