કેમ ઓમ ને મહામંત્ર માનવામાં આવે છે? જાણો તેના ફાયદાઓ

Ommkar-Desktop-Wallpaper-Images-1

સનાતન ધર્મ અને ભગવાનને માનનાર તમામ લોકો દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચ્ચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે બોલતા તમે જોયા હશે. હિન્દૂ શાસ્ત્રો માં તેને પ્રણવ ના નામથી પણ ઓળખવામાં આવે છે.

હકીકત એ છે કે આ પવિત્ર નામ સાથે ઘણા ઊંડા અર્થ અને દૈવી શક્તિઓ જોડાયેલ છે, જે અલગ- અલગ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે. સૌથી વધુ શિવપુરાણ માં ઓમ ના પ્રણવ સાથે જોડાયેલ શકિતઓ, સ્વરૂપ અને પ્રભાવો ના ઊંડા રહસ્યો જણાવ્યા છે.

શિવપુરાણ માં જણાવ્યા મુજબ આને પ્ર એટલે કે પ્રપંચ, ન એટલે નથી અને વ એટલે તમારા લોકો માટે. એનો અર્થ એ થાય કે પ્રણવ મંત્ર સંસારિક જીવન માં પ્રપંચ એટલે કલહ અને દુઃખ દુર કરીને જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ધ્યેય ને પ્રાપ્ત કરાવે છે. એટલા માટે ઓમ ને પ્રણવ ના નામે ઓળખવામાં આવે છે.

બીજા શબ્દોમાં કહીએ તો પ્રણવ ને ‘પ્ર’ એટલે પ્રકૃતિથી બનેલ સંસાર રૂપી સાગરને પાર કરાવનાર નાવ એટલેકે હોડી કહેવામાં આવી છે. એટકે કે આ સંસાર રૂપી સાગરને હોડીથી પાર કરવાનો છે.

focus1

મુનિઓની દ્રષ્ટિથી માનીએ તો આ પ્રણવ શબ્દનો અર્થ પ્ર એટલે પ્રકર્નેય, ન એટલે કે નયેત અને વ એટલે કે યુશમાન મોક્ષમ ઇતિ વા પ્રણવ: બતાવ્યો છે.

ધાર્મિક દૃષ્ટિએ આને પરબ્રહ્મ અથવા મહેશ્વરના પવિત્ર રૂપે માનવામાં આવે છે. પ્રણવ મંત્રોચ્ચાર થી ઉપાસકો નવું જ્ઞાન અને શિવનું સ્વરૂપ મેળવે છે. એટલા માટે આને પ્રણવ કહેવાયું છે.

બીજા હિન્દૂ શાસ્ત્રોમાં પણ ઓમ નો આવો અક્ષર સાક્ષાત ભગવાન નું સ્વરૂપ મનાય છે અને સાથે જ મંત્ર પણ. ધાર્મિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે પ્રણવ મંત્રમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સામૂહિક શક્તિ સમાયેલ છે. આને ગાયત્રી અને વેદ રૂપી જ્ઞાન શક્તિનો પણ સ્ત્રોત માનવામાં આવે છે.

ઓમ બોલવાના લાભ

IndiaTv829478_om

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઓમ બોલતા સમયે પેદા થતો શબ્દ, શક્તિ અને ઉર્જાની સાથે શરીરના અંગો જેમકે મોં, નાક, ગળું અને ફેફસા માંથી અવર-જવર કરનાર શુદ્ધ હવા માનવ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેની અસરથી મન-મસ્તિક શાંત રહે છે અને બ્લડ પણ સ્વચ્છ થતા હદય નિરોગી રહે છે. જેનાથી માનસિક એકાગ્રતા અને કાર્યક્ષમતા વધે છે. વ્યક્તિ માનસિક અને હૃદયને લગતાં રોગો થી મુક્ત છે.

સુખાસન માં બેસીને રોજ ચાલીસ મિનિટ ઓમ નો જપ કરવામાં આવે તો સાત દિવસમાં જ આપણી પ્રકૃતિ માં ફેરફાર આવતો જણાય છે. છ અઠવાડિયામાં તો પચાસ ટકા પરિવર્તન આવી જાય છે.

facil_20140620-044407_1

સુખાસન માં બેસીને મંત્રને મનમાં જપ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. તેના લક્ષણો એ છે કે મંત્ર જે પરમેશ્વરની આરાધના માં છે, તેની વિશેષતા સાધકમાં જોવા મળે છે.

તત્ત્વચિંતક પાલ બ્રન્ટને પોતાનું પુસ્તક ઇન ધ સર્ચ ઓફ સિક્રેટ ઇન્ડિયા માં એ સાધુ સંતો વિષે અને પોતાની સાધના વિધિઓ વિષે લખ્યું છે. પાલ બ્રન્ટને લખ્યું છે કે સિધ્ધો અને ચમત્કારિક સંતો ની શક્તિ સામર્થ્ય નું રહસ્ય તેમની સ્થિરતા પૂર્વક બેસવામાં હતું.

Comments

comments


12,938 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 14