મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. જોકે તેનું પ્રમાણ સીમિત હોવું જોઇએ. તેને વધારે પડતું ખાવાથી બ્લડપ્રેશર તો વધે જ છે સાથે ઇન્સ્યુલિન રજિસ્ટેન્સ પણ વધે છે.
વધારે મીઠું ડાયટમાં લેવાથી અનેક નુકસાન થાય છે. જેમાં સ્ટ્રોક, હાર્ટ ફેઇલ, સ્ટમક કેન્સર, કિડનીની બીમારી, લિવર સિરોસિસ અને ઓસ્ટિયોપોરોસિસ સામેલ છે. તેનાથી શરીરમાં પાણીની ઊણપ વર્તાય છે. તેનાથી વજન પણ વધે છે. મીઠું જો ઓછું લેવામાં આવે તો પણ મુશ્કેલી ઊભી થઇ શકે છે. તેનાથી ડિપ્રેશન, માથાનો દુખાવો, ઇરિટેનશ, સ્નાયુમાં નબળાઇ, મન ચૂંથાવવું, ઊલટી અને અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઇ શકે છે. આવી વખતે સવાલ એ થાય છે કે કેટલું મીઠું લેવું જોઈએ. તે વિશે આજે આપણે જાણીશું.
કેટલું મીઠું લેવું જોઇએ
અનેક લોકો આહારમાં જરૂર કરતાં વધારે મીઠું લે છે. એક દિવસમાં એક ટી સ્પૂન સોલ્ટ લેવું જોઇએ. જ્યારે અમુક લોકો એના કરતાં બમણા મીઠાનો ઉપયોગ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ જે વ્યક્તિને હાઇ બ્લડપ્રેશર હોય તેમણે આખા દિવસ દરમિયાન ફક્ત 2/3 ચમચી જેટલું જ મીઠું લેવું જોઇએ. જેમને લો બ્લડપ્રેશરની ફરિયાદ છે અથવા વધારે સમય સુધી જે રમે છે એવી વ્યક્તિએ વધારે પ્રમાણમાં મીઠું લેવું જોઇએ. એનું કારણ એ છે કે સ્પોર્ટ સાથે જોડાયેલી વ્યક્તિને પરસેવા દ્વારા મીઠાનું ઘણું પ્રમાણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. જ્યારે મીઠાની વાત આવે છે ત્યારે મીઠું ઓછા પ્રમાણમાં લેવામાં આવે એમાં જ ફાયદો રહેલો છે.
આ રીતે કરો સોડિયમનું પ્રમાણ ઓછું
વાંચો: પેક ફૂડ પર ન્યુટ્રીશન લેબલ જુઓ. ઓછું મીઠું હોય એવો વિકલ્પ પસંદ કરો. તમે જોશો કે આ જ કેટેગરીનાં પ્રોડક્ટ્સમાં મીઠાનું પ્રમાણ અલગ અલગ હોય છે.
ધ્યાન આપો: મોનોસોડિયમ ગ્લુટામેટ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ડાયસોડિયમ ફોસ્ફેટ સોડિયમ એલગિનેટ, સોડિયમ નાઇટ્રેટ અથવા કોઇ પણ કમ્પાઉન્ડ જેમાં ‘એન’ લખ્યું હોય એમાં મીઠાનું પ્રમાણ હશે જ.
ઓછું કરો: ડાઇનિંગ ટેબલ પર સોલ્ટ શેકર રાખો, જેમાં નાનાં કાણાં હોય, ફળો અને સલાડ પર મીઠું ભભરાવવાનું બંધ કરી દો. કોમન સોલ્ટ, રોક સોલ્ટ કે પિંક સોલ્ટ બધામાં સોડિયમનું સમાન પ્રમાણ હોય છે.
અપનાવો: શાક કે દાળમાં મીઠાને બદલે તાજા લીંબુનો રસ નાખો.
બંધ: અથાણું, પાપડ અને ચૂર્ણ એમાં મીઠાનું પ્રમાણ બહુ વધારે હોય છે.
પસંદ કરો: તાજાં ફળો અને અને પ્રોસેસ્ડ ફૂડ પર પસંદગી ઉતારો.
બનાવો: તમારો સોસ જાતે બનાવો. મનગમતા સોલ્ટ વિકલ્પ અને હર્બ્સથી તેને બનાવો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર