કેટરીના મારી ફેવરિટ કો-સ્ટાર છે

કેટરીના મારી ફેવરિટ કો-સ્ટાર છે- અનુષ્કા શર્મા

બોલિવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં એક રસપ્રદ નિવેદન આપ્યું હતું, જેણે સમગ્ર મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

અનુષ્કાએ મીડિયાને જણાવ્યું હતું કે કેટરીના તેની પ્રિય સહઅભિનેત્રી છે. આ સાથે જ તેણે કહ્યું હતું કે તે બોલિવુડમાં જાણીતી એવી કેટ-ફાઈટમાં માનતી નથી.

તેણે કહ્યું હતું કે, ‘એક અભિનેત્રી તરીકે આપણે કેટ-ફાઈટ જેવી બાબતને અવગણવી જોઈએ. જ્યારે મેં ‘ક્વીન’ ફિલ્મ જોઈ હતી, ત્યારે મેં કંગનાને ફોન કર્યો હતો અને એવું જ ‘કોકટેલ’ ફિલ્મ વખતે પણ મેં કરેલું. દીપિકાની એ ફિલ્મ જોઈને હું ઘણી ખુશ થઈ હતી.’

તેણે આગળ ઉમેર્યું કે ‘’કેટરીના મારી પ્રિય સહઅભિનેત્રી છે, કારણ કે મારી તેની સાથેની મિત્રતા ઘણી સારી છે. તે ખોટા દેખાડામાં માનતી નથી. ‘જબ તક હૈ જાન’ ફિલ્મ દરમિયાન મેં તેની સાથે ઉત્તમ સમય ગાળ્યો હતો.

કેટરીના મારી ફેવરિટ કો-સ્ટાર છે- અનુષ્કા શર્મા

Comments

comments


3,545 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 1