સામગ્રી
* ૨ ટીસ્પૂન ઓલીવ ઓઈલ,
* ૧ ટીસ્પૂન વિનેગર,
* સ્વાદાનુસાર મીઠું,
* ૩ કપ આઈસ બર્ગ લેટ્ટસ,
* ૧/૨ કપ ટોસ્ટ કરેલ બ્રેડ કૃટોન્સ,
* ૧/૨ કપ છીણેલ ચીઝ,
* ૧/૨ કપ સમારેલ સફેદ અને લીલા કાંદા.
રીત
ડ્રેસિંગ બનાવવા માટે એક બાઉલમાં ઓલીવ ઓઈલ, વિનેગર અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે સલાડ બનાવવા માટે આઈસ બર્ગ લેટ્ટસ (૧૦ મિનીટ સુધી ઠંડા પાણીમાં પલાળેલ), ટોસ્ટ કરેલ બ્રેડ કૃટોન્સ, છીણેલ ચીઝ, સમારેલ સફેદ અને લીલા કાંદા અને તૈયાર કરેલ ડ્રેસિંગ આમાં નાખી મિક્સ કરી લેવું. તો તૈયાર છે કૃટોન ચીઝ સલાડ.