કુકિંગ કરતા સમયે બધા લોકોથી નાની મોટી મિસ્ટેક થાય છે અને જેને લઈને ભોજન બગડે છે. અહી દર્શાવેલ ઇઝી કુકિંગ ટીપ્સથી તમે રસોઈની રાણી બની શકો છો.
* જયારે તમે પૂરી બનાવો છો ત્યારે તેમાં ઘઉંનો લોટ નાખો છો ખરું ને..? હવે આ લોટની સાથે જ તેમાં થોડો ચણાનો નાખવાથી પૂરી કકડી એટલેકે થોડી ક્રીપ્સી બને છે.
* સફેદ ચણાને બાફતા સમયે તેમાં થોડો આમળાનો ભુક્કો નાખતા તે કાળો રંગ અને ખટાશ આપશે. તમારે અલગ થી ખટાશ નહિ નાખવી પડે.
* ગુલાબ જાંબુનો રંગ થોડો બદલવા માટે તેના માવામાં થોડું પનીર મેળવીને જાંબુ બનાવો. આનાથી તેનો સ્વાદ વધી જશે અને આકર્ષિત પણ લાગશે.
* આપણે લીંબુને ગમે તેટલું કેમ ન નીચોડીયે પણ તેનો આખો રસ નથી નીકળતો. લીંબુમાં રહેલ સંપૂર્ણ રસ કાઢવા માટે તેને વીસ સેકંડ માટે માઈક્રોવેવ માં ગરમ કરવા મુકો. પછી આને કાપીને રસ કાઢવાથી બધો રસ નીકળશે.
* જયારે ફટાફટ બરફ જમાવવો હોય ત્યારે ગરમ કરેલ પાણીને ફ્રીઝમાં મૂકી દેવું. ગરમ પાણી સામાન્ય પાણી કરતા ઝડપથી બરફમાં રૂપાંતરિત થઇ જાય છે.
* રોટલીનો લોટ બાંધતા તેમાં થોડું દૂધ નાખી લોટ બાંધવો. આ લોટની રોટલી બનાવવાથી રોટલી એકદમ મસ્ત માખણ જેવી સોફ્ટ બનશે.
* જયારે તમે પકોડા કે સમોસા સર્વ કરો ત્યારે તેની ઉપર થોડો ચાટ મસાલો છાટવો. આ સારો ટેસ્ટ આપશે.
* કોથમીરની ચટણીમાં ૯-૧0 કાજુ, ૨-૪ ખજૂર વાટીને ઉમેરશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે.