આ છે મોંઘા અને લક્ઝરી સ્માર્ટફોન્સ, જેની શરૂઆત થાય છે 5 લાખથી

As precious jewelery is expensive luxury smartphones, priced at Rs. 5 lakh

સ્વિટ્ઝર્લેન્ડની જ્વેલરી બનાવતી કંપની Savelli ના હેન્ડમેડ લક્ઝરી એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તમને જણાવી દઇએ કે આ સ્માર્ટફોનની કિંમત 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનને અબુ ધાબીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લક્ઝરી વોચના ડિલર અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરર મહોમ્મદ રસૂલ ખૌરીના જણાવ્યા પ્રમાણે આ સ્માર્ટફોન કલેક્શનનુ ટાઇટલ ‘Jardin Secret’ રાખવામાં આવ્યુ છે અને તેમાં કુલ 11 ડિવાઇસ છે. કિંમતની વાત કરવામાં આવે તો એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ સ્માર્ટફોનની કિંમત AED 30,600 (લગભગ 5.28 લાખ) થી AED 386,617 (લગભગ 66.77 લાખ) રૂપિયા છે.

As precious jewelery is expensive luxury smartphones, priced at Rs. 5 lakh

ફોનના સ્પેસિફિકેશન્સ વિશે કંપનીએ કોઇ જાણકારી નથી આપી. કંપનીએ એ પણ જાણકારની નથી આપી કે તેને ઇન્ટરનેશનલ બજારમાં લોન્ચ કરવામાં આવશે કે નહી.

As precious jewelery is expensive luxury smartphones, priced at Rs. 5 lakh

આ 11 સ્માર્ટફોન્સમાં સૌથી મોંઘો બ્લેક બોડી વાળો હેન્ડસેટ છે જેમાં કિંમતી સ્ટોન્સ જડવામાં આવ્યા છે, તેની કિંમત કંપનીએ AED 386,617 (લગભગ 66.77 લાખ) રૂપિયા છે. તેમાં ફોનની ઉપરના ભાગે ઓવલ શેપમાં 75 આયતાકાર કિંમત સ્ટોન્સ ફિટ કરવામાં આવ્યા છે. જે ફોનમાં ક્રાઉનલુક આપે છે.

As precious jewelery is expensive luxury smartphones, priced at Rs. 5 lakh

આ કલેક્શનમાં સૌથી સસ્તા સ્માર્ટફોનની વાત કરીએ તો તેની કિંમત AED 30,600 (લગભગ 5.28 લાખ) છે. તેનુ કોડનેમ ‘Blue Jeam Ostrich’ રાખવામાં આવ્યુ છે.

As precious jewelery is expensive luxury smartphones, priced at Rs. 5 lakh

સ્માર્ટફોન બનાવતી કંપનીના માલિક મોહમ્મદ રસૂલ ખૌરીનુ કહેવુ છે કે હું કાંઇક એવુ બનાવવા માંગતો હતો જે પહેલા ક્યારે પણ ના બન્યુ હોય અને તેને બનાવવાની કોઇએ કોશિશ પણ ના કરી હોય. મહિલાઓ માટે આ એક અલગ પ્રકારની જ્વેલરી છે.

As precious jewelery is expensive luxury smartphones, priced at Rs. 5 lakh

સ્માર્ટફોનના મેન્યુફેર્ચરીંગ વિશે જણાવતા મોહમ્મદે જણાવ્યુ હતુ કે અમે ખાસ ચેક કરીને સ્ટોનની પસંદગી કરીએ છીએ  અને તેને ‘સ્નો  સેટિંગ ‘ ટેક્નિકની મદદથી ફોનમાં લગાવીએ છીએ  દરેક સ્ટોનની સાઇઝ એક બીજાથી અલગ અલગ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

5,230 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 4 = 5