કિચન માટે જરૂરી એવી ‘કિચન ટીપ્સ’

ઉપયોગી કિચન ટિપ્સ

*  બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.

*  ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.

*  બાફેલા બટાટા ને એકદમ ઠંડા કે એકદમ ગરમ પાણીમાં નાખવાથી તેની છાલ તરત જ ઉતરી જશે.

*  લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.

*  લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.

*  દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.

*  જો ભોજન બનાવતી વખતે નોનસ્ટીક પેન નો ઉપયોગ કરશો તો રસોઈ બનાવવામાં ઓઈલ ઓછુ વપરાશે.

*  બની શકે ત્યાર સુધી ડબ્બામાં બંધ ખાદ્ય પદાર્થોનો બહુ ઉપયોગ ન કરવો.

*  પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રજિમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.

*  શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.

*  ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.

Comments

comments


10,377 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 4