કાશ!! હું મારું બાળપણ ખરીદી શકું!!!

1

નાના હતા અને ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા, ભરબપોરે પત્તા,

સાંજે ક્રિકેટ, સતોડીયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો, રાત પડે એટલે….

ફરી રમતો ચાલુ ને ચાલુ…. પંદર વીસ જણાના ટોળેટોળા… ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ…

વચ્ચે 20 – 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ….

બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય….

ત્યારે તો A C શું એ પણ ખબર નહોતી…. અને

રાત્રે થાક્યાપાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે

બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે

આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું….

આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી….

આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે….

આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ

એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી….

નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે….

એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય….

અત્યારે નૌકરી, ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે પણ એ વખતે તો…..

આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે ઝીંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો જ

એમાં કોતરાયેલી હતી….

મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છે અને

નાના હતા ત્યારે હવે સ્કૂલ ખૂલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી  ..

કાશ આ પૈસાની થોકડીઓ

એ નાનપણ પાછું લાવી આપતું હોત….

શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુજ આવી જતી હતી….!!!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,985 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 7