કારેલા અનેક ગુણોથી ભરપૂર શાકભાજી છે. તે સ્વાદે કડવા હોય છે. સામાન્ય રીતે કારેલા એશિયા, આફ્રિકા અને કેરેબિયાઈ દેશોમાં ઉગાડવામાં આવે છે. કારેલા મુખ્ય રીતે બે પ્રકારના હોય છે. નાના કારેલા અને મોટા કારેલા. ઘણા લોકો કારેલાનું શાક બનાવતી વખતે છાલને ઉતારી દે છે. કારેલાની કડવાશ ઓછી કરવા માટે શાકભાજીમાં મીઠું, લીંબુ, મસાલા વગેરે નાખવામાં આવે છે. કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ આપણા સ્વાસ્થ તથા સૌંદર્ય બન્ને માટે ખૂબ તે ખૂબ જ લાભકારી હોય છે.
કારેલાના ગુણકારી ફાયદા
-ઈન્ફેક્શનથી બચવા માટે કારેલા કે કારેલાના પાનને ઉકાળીને તેનું સેવન કરો. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
-એક ચમચી કારેલાના રસમાં અડધી ચમચી ખાંડ મેળવીને એક મહિના સુધી ઉપયોગ કરવાથી બવાસીરની ફરિયાદ સમાપ્ત થઈ જાય છે.
-કારેલાનો રસ અને લીંબુનો રસ પાણીમાં મેળવીને પીવાથી મેદસ્વીતા ઓછી કરી શકાય છે. જે લોકો વજન ઘટાડવા માગે છે તેમની માટે આ સારો ઉપાય છે.
-કારેલાના રસમાં હળદર મેળવી પીવાથી શીળસમાં રાહત થાય છે.
-બિટર્સ તથા એલ્કેલાઈડની ઉપસ્થિતિને કારણે તેમાં રક્તશોધક ગુણ જોવા મળે છે.
-કારેલાના પાનના ૫૦ મિલી રસમાં થોડી હિંગ મેળવીને પીવાથી પેશાબ ખુલીને આવે છે.
– વિટામીન-એ હોવાના લીધે તેના સેવનથી રતાંધણાપણુનો રોગ થતો નથી.
-કારેલાની સીઝનમાં કારેલાનો વધુમાં વધુ ઉપયોગ કરી આરોગ્ય સુધારી શકાય છે.
-સાંધાના દુખાવામાં કારેલાની શાકભાજીનું સેવન કરવાથી આરામ થાય છે.
-કારેલાના ત્રણ બીજ અને ત્રણ કાળીમરીને પત્થર ઉપર પાણીની સાથે ઘસીને બાળકોને પીવડાવવાથી ઉલટી-ઝાડા ઝડપથી બંધ થઈ જાય છે.
– હરસમાં – કારેલાનો રસ ૧૦ થી૨૦ ગ્રામમાં ૫-૧૦ ગ્રામ સાકર મેળવીને રોજ લાંબા સમય સુધી લેવાથી દુઝતા હરસ મટે છે.
-કારેલાના ૨૦ ગ્રામ રસમાં મધ મેળવીને થોડા દિવસ સુધી પીવાથી પથરી ઓગળીને બહાર નિકળી જાય છે.
-સાંધાના રોગમાં કે હાથ-પગમાં બળતરા થઈ હોય તો કારેલાના રસનું માલિશ કરવું જોઈએ.
-કારેલામાં ફાયબર હોય છે. તે ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે.
-કારેલા દિલના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક હોય છે. તે આર્ટરી વાલ્વ ઉપર એકઠા થતા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછા કરે છે.
-કારેલાના પાનને સેકીને સિંધુ નમક મેળવીને ખાવાથી એસીડીટીના દર્દીઓને ભોજન કરતા પહેલા થનારી ઉલટી બંધ થઈ જાય છે.
-મલેરિયામાં કારેલાના ૩-૪ પાન તથા મરીના ૩ દાણા વાટીને દર્દીને આપવા તથા કારેલાના પાનનો રસ શરીરે લગાવવાથી ફાયદો થાય છે.
-કારેલાના સેવનથી ચહેરાના દાગ-ધબ્બા, ખીલ અને સ્કીન ઈન્ફેક્શનથી છુટકારો મળી જાય છે. દરરોજ ખાલી પેટે કારેલાનો જ્યૂલ લીંબુની સાથે મેળવીને છ મહિના સુધી પીવો. તેને ત્યાં સુધી પીવો જ્યાં સુધી સ્કીન પ્રોબ્લેમ ખતમ ન થઈ જાય.
-ડાયાબીટીસ-કુણા કારેલાના ટુકડા કરી, છાયડાંમાં સુકવી, બારીક ખાંડી તેમા ૧-૧૦ ભાગે કાળા મરી નાખી સવાર સાંજ પાણી સાથે ૫ થી ૧૦ ગ્રામ રોજ લેવાથી પેશાબ માર્ગે સાકરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. તે ઉપરાંત કારેલાનો રસ ૨૦ ગ્રામ, કડાછાણનું ચૂર્ણ ૧૦ ગ્રામ, હળદર ૫ ગ્રામ મેળવીને સવાર સાંજ પીવાથી ડાયાબીટીસ ધીમે ધીમે નાશ પામે છે.