આજકાલ વાળને લઈને અલગ અલગ ફેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ સૈથી વધારે સ્ટ્રેટ વાળનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજકાલ તો છોકરીઓ હજારો રૂપિયા ખર્ચીને વાળ સ્ટ્રેટ કરાવે છે. પરંતુ પાર્લરમાં અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરીને વાળ સ્ટ્રેટ કરે છે જેના કારણે વાળને ખુબજ નુકશાન થાય છે. ઘરે જ તમારા વાળ કુદરતી રીતે સીધા, સિલ્કી, હેલ્ધી બનાવા માટે અપનાવો ઘરેલું રીત.
દૂધ અને મધ :
દૂધ અને મધનું મિશ્રણ વાળ માટે આશીર્વાદ સમાન છે. જેના વાળ કર્લી હોય અને તેઓ પોતાના વાળને કુદરતી રીતે સીધા અને સુંદર બનાવવા માગતા હોય તો તે માટે દૂધ અને મધ સરખાં પ્રમાણમાં મિક્ષ કરી લેવું અને આ મિશ્રણ વાળમાં લગાવી અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા. આવું કરવાથી વાળને પોષણ તો મળશે સાથે કર્લી વાળ સ્ટ્રેટ થઈ જાય છે.
ઓલિવ ઓઈલ અને ઈંડા :
બે ઈંડા લઈ અને તેને બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણમાં બે ચમચી ઓલિવ ઓઈલ નાખી મિક્ષ કરી લેવું ત્યારબાદ બ્રશની મદદથી તેને વાળમાં લગાવી લેવું. આ મિશ્રણને બે કલાક સુધી વાળમાં લગાવેલું રહેવા દેવું. પછી શેમ્પૂથી વાળ ધોઈ લેવા. આનાથી વાળ સ્ટ્રેટ પણ થઈ જશે અને વાળને પોષણ પણ મળશે.
હોટ કોકોનટ ઓઈલ :
નારિયેળ તેલ એક એવું તેલ છે જે વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નારિયેળ તેલના અન્ય પણ અનેક ફાયદા છે. વાળને સીધા કરવામાં નારિયેળ તેલ એટલું ઉપયોગી છે. તેના માટે નારિયેળ તેલ લઈ તેને ગરમ કરી લેવું. તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરવી. ત્યારબાદ ગરમ ટોવેલથી વાળને ઢાંકી દેવા. આવું નિયમિત કરવાથી વાળમાં ચમક આવશે અને વાળ સીધા થઈ જશે.
મુલતાની માટી :
એક કપ મુલતાની માટી લઈ અને તેમાં એક ઈંડુ અને ૫ ચમચી ચોખાનો લોટ મિક્ષ કરવો અને તેને સરખી રીતે મિક્ષ કરી લેવું. મોટા દાંતિયાવાળી કંઘીથી સરખી રીતે વાળ ઓળી લેવા. વાળમાં માટી લગાવ્યા બાદ વાળને ખુલ્લા જ રાખવા તેને બાંધવા નહીં. આ માટીને વાળમાં ૪૦ મિનિટ સુધી લગાવીને રાખવો અને સંપૂર્ણ રીતે સૂકાયા બાદ વાળ ધોઈ નાખવા. આ પેસ્ટને વાળમાં મહિનામાં બે-ત્રણવાર અવશ્ય લગાવવું. આનો પયોગ કરવાથી વાળ સીધા અને ચમકદાર બને છે.
લીંબૂનો રસ અને નારિયેળ :
નારિયેળને ફોડીને તેનું પાણી કાઢી લેવું, ત્યારબાદ તેમાં લીંબૂનો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણને એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ આ એકદમ ક્રિમી પેસ્ટ બની જશે. આ મિશ્રણને વાળ અને મૂળમાં સરખી રીતે લગાવી મસાજ કરવો. ત્યારબાદ હોટ ટોવેલનો ઉપયોગ કરવો. એક કલાક બાદ તેને ધોઈ લેવા અને સપ્તાહમાં ત્રણવાર આ પ્રયોગ કરવો. આવું કરવાથી વાળ સિલ્કી સ્ટ્રેટ બનશે અને વાળને પોષણ પણ મળશે.
દૂધ :
એક સ્પ્રે બોટલ લેવી અને તેમાં એક તૃતીયાંશ પાણી અને એક તૃતીયાંશ દૂધ મિક્ષ કરવું અને તેનાથી તમારા વાળ પર સ્પ્રે કરવો. બધાં વાળમાં સરખી રીતે સ્પ્રે થવો જોઈએ. ત્યારબાદ મોટા દાંતિયાવાળી કંઘીથી પોતાના વાળ ઓળી લેવા. જેથી બધાં વાળ સુધી દૂધ અને પાણીનું મિશ્રણ પહોંચી જાય. આ મિશ્રણને એક કલાક સુધી વાળમાં લગાવી રાખવું અને ત્યારબાદ સરખી રીતે પાણીથી ધોઈ લેવું. શેમ્પૂથી ધોયા બાદ કંડીશનરનો પણ ઉપયોગ કરવો. આવું કરવાથી લાંબા સમયે વાળ ઘણી હદ સુધી સીધા થઈ જશે અને વાળને કોઈ નુકસાન પણ થશે નહીં.