કાનથી વાંસળી વગાડે છે આ ચીનો, કાનથી જ પીવે છે સીગરેટ

કાનથી સાંભળવા સિવાય કયા કામ થઇ શકે છે ? જો આ પ્રશ્ન તમને કરવામાં આવે તો તમે શાયદ કોઇ જવાબ ન પણ આપી શકો. પરંતુ આ ચાઇનીઝ વ્યક્તિને તમે વીડિયોમાં કાન વડે વિવિધ કારનામા કરતા જોઇ શકો છો. તે કાનનો ઉપયોગ સાંભળવા સિવાય અન્ય કાર્યો માટે પણ કરી શકે છે. તમને એ જોઇને આશ્ચર્ય થશે કે 41 વર્ષિય ઝેંગ જીયાંગ પારંપારિક વાંસળી વગાડવામાં નિષ્ણાંત છે.

ઝિયાંગ વાંસળી વગાડવાની સાથે કાનથી જ સિગરેટ પણ પીવે છે. આ ઉપરાંત તે કાન વડે જ કેન્ડલ બુજાવી શકે છે તથા ટ્યૂબમાં હવા પણ ભરી શકે છે. ઝિયાંગે કાનથી જ પાણી પીને પણ લોકોને ચોંકાવેલા છે.

ઝેંગ ઝિયાંગ ફૂઝિયાન પ્રાંતમા એક પેપર કંપનીમાં કામ કરે છે. ઝેંગ પ્રમાણે તેને 5 વર્ષની ઉંમરે જ પોતાની આ કળાનો અહેસાસ થઇ ગયો હતો. એ વાત તો ચોક્કસ કહી શકાય કે જે કામ ઝેંગ પોતાના કાન વડે કરે છે તે કરવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


9,720 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4