જો અમે તમને એ કહી કે કેટલીક ધાર્મિક પરંપરાનો સંબંધ તમારા સ્વસ્થ્ય સાથે જોડાયેલ છે તો કદાચ તમે વિશ્વાસ નહિ કરો. હિન્દૂ ધર્મમાં પૂજા-પાઠ અને શુભ પ્રસંગોએ કાંડા પર દોરા બાંધવાની પરંપરા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દોરાઓ માત્ર એક રિવાજ જ નથી પણ તમને ઘણી બધી બીમારીઓ થી બચાવે છે. આ સાયન્સની ટેસ્ટમાં પણ ખરું સાબિત થયું છે.
જો વિશ્વાસ ન થતો હોય તો અમે તમને જણાવી એ કે કાંડા પર દોરા બાંધવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ. તો ચાલો જાણીએ..
ધર્મશાસ્ત્ર પ્રમાણે, કાંડા પર દોરો બાંધવાની પરંપરાની શરૂઆત દેવી લક્ષ્મી અને રાજા બલી એ કરી હતી. આ દોરાને રક્ષા કવચ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આને હાથમાં બાંધવાથી આવનારી મુસીબત ટળે છે અને એક એવી પણ માન્યતા છે કે આ દોરો બાંધવાથી ત્રણ દેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ત્રણ દેવીઓ – સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી ની કૃપા આપણા પણ સદા બની રહે છે. વેદો અનુસાર, વૃત્રાસુર ના યુદ્ધમાં જતી વખતે ઈન્દ્રાણી શચી એ પણ ઈન્દ્ર ના જમણા હાથે રક્ષાસૂત્ર એટલે કે દોરો બાંધ્યો હતો.
એવી ધાર્મિક માન્યતા છે કે દોરોમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ, સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી બિરાજમાન રહે છે. એવું માનવામાં આવે છે કે આને હાથ પર બાંધવાથી ધંધામાં ફાયદો થાય છે.
દોરાનું વૈજ્ઞાનિક મહત્વ
શરીરના ઘણા મુખ્ય અવયવો સુધી પહોંચનાર નસને કાંડા મારફતે પસાર થવું પડે છે. જયારે કાંડામાં દોરો બાંધવામાં આવે છે ત્યારે આ નસો ની ક્રિયા નિયંત્રિત થાય છે. આનાથી ત્રિદોષ (વાત, પિત્ત અને કફ) ને દુર કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કાંડામાં દોરો બાંધવાથી લોહીનુ દબાણ હૃદય રોગ, ડાયાબિટીસ અને લકવો વગેરે જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થી કેટલીક હદ સુધી બચી શકાય છે.
પુરુષો અને કુંવારી યુવતીઓના ડાબા હાથમાં અને વિવાહિત મહિલાના જમણા હાથમાં દોરો બાંધવામાં આવે છે. માન્યતા છે કે વાહનો, ખાતાવહી, મુખ્ય દ્વાર, ચાવી અને તિજોરી વગેરે પર દોરો બાંધવાથી ફાયદો થાય છે. દોરા થી બનેલ સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં સમૃધ્ધિ આવે છે.