દુનિયામાં એવી ધણી બધી જગ્યાઓ છે, જેને જોવાની બધા લોકોની ઈચ્છા હોય છે. તાજ મહેલ, એફિલ ટાવર જેવી તમામ ધરોહરને જોવા માટે લોકો દુરદુરથી આવે છે. કઈક કારીગરી પથ્થરોથી કરેલ છે તો કોઈક કારીગરી ધાતુની છે, પરંતુ આજના યુગમાં ઇમારતો ફક્ત ધાતુ કે પથ્થર જ નહિ કાંચથી પણ બનેલ છે. સરસ બનાવટના અમુક નમુનાએ આખી દુનિયાની નજરને પોતાની તરફ ખેચી છે.
ધ બોટનિકલ ગાર્ડન ઓફ કરીટીબા
૧૯મી સદીની ક્રિસ્ટલ પેલેસ ઓફ લંડન ની ઇમારત ડીઝાઇન પર આધારીત બોટનિકલ ગાર્ડનમાં સન ૧૯૯૧માં બનાવવામાં આવી હતી. આ ગાર્ડનની વચ્ચે એક કાંચની ઇમારત છે, જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
કાનાગાવા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વર્કશોપ, ટોક્યો
કાનાગાવા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના મુખ્ય પૃષ્ઠ પર બનેલ આ વર્કશોપ આખી કાંચની બનાવેલ છે. ૨૦૦૦ વર્ગ મીટરમાં બનેલી આ બિલ્ડિંગને જુન્યા ઈશીગાની નામના જાપાનીઝ આર્કીટેક્ચરે તૈયાર કરી હતી. લોકો આને ઇમારત નહિ પણ કાંચનુ જંગલ કહે છે.
ધ ફ્રાન્સવર્થ હાઉસ, પ્લાનો
ધ ફ્રાન્સવર્થ હાઉસએ કાંચ માંથી બનેલ સૌથી જૂની ઇમારત માંથી એક છે. લુડવિગ માઈસ વાન ડેર રોહ આર્કીટેક્ચરે ૧૯૫૧માં તૈયાર કરી હતી. ૨૦૦૬માં આ ઇમારતને ઐતિહાસિક જાહેર કરી અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું.
બાસ્ક હેલ્થ ડીપાર્ટમેન્ટ, બિલ્બાઓ
આ ઇમારતને જોઈને તમને એવું લાગશે કે આ કોઈ મ્યુઝિયમ છે, પણ આ સ્પેનની હેલ્થ ડીપાર્ટમેન્ટનુ હેડક્વાર્ટર છે. સ્પેનમાં સૌથી વધુ ફેમસ એવી આ ૧૩ માળની ઇમારતને કોલ બર્રુંએ ડીઝાઇન હારી છે.
હોટેલ ડબલ્યુ, બાર્સેલોના
ફક્ત જોવા માટે જ નહિ પણ તમને કોઈ ફેમસ બિલ્ડિંગમાં રહેવા મળે તો? હોટેલ ડબલ્યુમાં તમે એવુ કરી શકો છે. રિકાર્ડો બોફીલ દ્વારા આ ઇમારતને ડીઝાઇન કરવામાં આવી છે. આ હોટેલનુ કામ ૨૦૦૯માં પૂર્ણ થયું. આ હોટેલને લોકો કાંચની હોટેલ પણ કહે છે.
નેધરલેન્ડ્ઝ ઇન્સ્ટીટયુટ ફોર સાઉંડ એન્ડ વિઝન
૧૦ માળની કાંચની આ ઇમારતને આર્કીટેક્ચર વિલ્લેમ જાન અને મિશેલ રાઈડીજ્કએ ડિઝાઈન કરી છે. આના ૫ માળ જમીનની અંદર આવેલ છે. નેધરલેન્ડનુ સૌથી ફેમસ સાઉંડ એન્ડ વિઝન મ્યુઝિયમ આ ઇમારતમાં છે.
લૂવર પિરામિડ, પોરિસ
દુનિયાની સૌથી ફેમસ કાંચની આ ઇમારતને આઈ.એમ.પેઇએ ડીઝાઇન કરી છે. ૧૯૮૯માં આ ઇમારતને મ્યુઝિયમ તરીકે ખોલવામાં આવી. લૂવર મ્યુઝિયમને જોવા માટે આખી દુનિયા માંથી લોકો આવે છે.
30 સેન્ટ મેરી, લંડન
કાંચની આ ઇમારતને લોકો ‘ધ ઘેરકીન’ ના નામે જાણે છે. આ બિલ્ડિંગ ૪૧ માળની છે. આનું કામ ૨૦૦૩માં પૂર્ણ થયું. નોર્મન ફોસ્ટર નામના આર્કીટેક્ચરે આ ઇમારતને ડીઝાઇન કરી છે. આ બિલ્ડિંગને ૨૦૦૪માં લંડનની સૌથી સુંદર ઇમારત તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ડાન્સીગ હાઉસ, પ્રાગ
એક કપલ ડાન્સર ફ્રેડ અસ્ટેઈર અને જીંજર રોજર્સની યાદમાં આ ઇમારતને તૈયાર કરવામાં આવી છે. આ ઇમારતને જોતા લાગે છે કે જાણે કોઈ બે લોકો ડાન્સ કરતુ હોય. આ કારણે આ બિલ્ડિંગનું નામ ડાન્સીગ હાઉસ પડ્યું. કાંચની આ ઇમારતને આર્કિટેક્ચર ફ્રેન્ક ગેહરીએ ડીઝાઇન કરી છે. આને ‘ધ ટાઇમ’ મેગેઝીને ૧૯૯૬માં ટોચના ડીઝાઇન તરીકે નો એવોર્ડ આપવામાં આવ્યું હતો.
નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ, બેઇજિંગ
આ ઇમારતને ‘નેશનલ ગ્રાન્ડ થિયેટર’ ના નામે ઓળખવામાં આવે છે. ટાઇટેનિયમ અને કાચથી બનેલ આ ઇમારતની ડીઝાઇન પોલ એનડેરુ નામના આર્કિટેક્ચરે કરી છે. આ ઇમારતનો આકાર ઈંડા જેવો છે. અહી ૫૦૦ લોકો એક સાથે બેસીને કોઈ પણ નાટકની મજા લઈ શકે છે.