ક્રિકેટર શ્રીસંથ પોતાની કેરિયરની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યોં છે. હવે તે એક ટીવી ચેનલ પર શો હોસ્ટ કરતો નજરે પડશે. આઇપીએલ-6માં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યા બાદથી તે ક્રિકેટથી દૂર છે. શ્રીસંથ સહિત કેટલાક ભારતીય ક્રિકેટર્સ એવા છે જેમની પર અત્યાર સુધી ફિક્સીંગના આરોપ લાગ્યા છે. ક્રિકેટનું કેરિયર ખતમ થયુ તો તેમને બીજા ફિલ્ડમાં હાથ અજમાવ્યો અને તેમાં સફળ પણ થયા. કોઇ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે તો કોઇ રાજકારણમાં, તો કોઇ ક્રિકેટર ક્રિકેટ એક્સપર્ટ બની ગયા.
આ હતો આરોપ
આઇપીએલ-6માં શ્રીસંથ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. 9 મે 2013એ પંજાબ અને રાજસ્થાન વચ્ચે રમાયેલ મેચમાં રાજસ્થાનના ખેલાડી શ્રીસંથે પૂર્વ આયોજિત કાવતરા અનુસાર એક ઓવરમાં 14 રન આપ્યા હતા. 16 મે 2013એ તેની ધરપકડ કરવામાં આવી. જો કે એક મહિના બાદ તેને જામીન પર છોડી મુકવામાં આવ્યો. બીસીસીઆઇએ તેની પર લાઇફ ટાઇમ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
શ્રીસંથની નવી ઇનિંગ
ક્રિકેટથી દૂર શ્રીસંથ હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાથ અજમાવી રહ્યોં છે. 2014માં તેને ડાન્સ રિયાલિટી શો ‘ ઝલક દિખલા જા-7’માં ભાગ લીધો હતો. આ વખતે તે હોસ્ટ તરીકે ટીવી પર જોવા મળશે. શ્રીસંથ સહિત કેટલાક ક્રિકેટર્સ એવા છે જેમની પર ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો.
મોહમ્મદ અઝહરૂદ્દીન:
આ હતો આરોપ
વર્ષ 2000માં બુકી સાથે સબંધ અને તેને જાણકારી આપવાનો આરોપ લાગ્યો હતો. કહેવામાં આવ્યુ કે અઝહરૂદ્દીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોનિએને બુકી સાથે મુલાકાત કરાવી હતી. આજીવન પ્રતિબંધ લાગ્યો પરંતુ 2006માં બીસીસીઆઇએ તેને દોષ મુક્ત ગણાવ્યો. નવેમ્બર 2012માં કોર્ટમાંથી પણ તેને ક્લિનચીટ આપવામાં આવી
હવે શું ?:
ફેબ્રુઆરી 2009માં કોંગ્રેસ પાર્ટી જોઇન કરી. આ વર્ષે યૂપીના મુરાદાબાદથી ચૂંટણી લડ્યો અને જીત્યો. 2014માં પણ ચૂંટણી લડી પરંતુ હારી ગયો હતો. વર્તમાનમાં રાજકારણમાં સક્રિય.
અજય જાડેજા:
આ હતો આરોપ
વર્ષ 2000માં કથિત રીતે બુકી સાથે સબંધ હોવાનો આરોપ. પાંચ વર્ષનો પ્રતિબંધ લાગ્યો. જાન્યુઆરી 2003માં દિલ્હી હાઇકોર્ટે ક્લીનચિટ આપી. ઘરેલૂ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની અનુમતિ પણ આપવામાં આવી.
હવે શું કરે છે ?
બોલિવુડમાં હાથ અજમાવ્યો. 2003માં ફિલ્મ ‘ખેલ’ અને 2009માં ફિલ્મ ‘ પલ પલ દિલ કે સાથ’માં અભિનય કર્યો. એક ટીવી ચેનલ સાથે ક્રિકેટ એન્કર સાથે જોડાયા અને બીજા સાથે ક્રિકેટ એક્સપર્ટ. ડાન્સ રિયાલીટી શો ‘ ઝલક દિખલા જા-1’માં પણ નજર આવ્યો હતો.
મનોજ પ્રભાકર:
આ હતો આરોપ
વર્ષ 2000માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો. કપિલ દેવ સહિત કેટલાક અન્ય ક્રિકેટર્સ પણ ફિક્સિંગમાં શામેલ હોવાનો આરોપ પરંતુ પોતે જ વિવાદમાં ફસાઇ ગયો.પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
હવે શું ?
ક્રિકેટ બાદ રાજનીતિમાં ઉતર્યા. કોંગ્રેસ પાર્ટી જોઇન કરી. 2004માં દિલ્હીથી ચૂંટણી લડી પરંતુ હારી ગયો. ફરી ક્રિકેટમાં પાછા ફર્યા અને દિલ્હી ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બન્યા. ટીમ મેનેજમેન્ટ પર નિશાન સાધ્યા બાદ કોચ પદેથી પણ હટાવી દેવામાં આવ્યો.
અજય શર્મા:
આ હતો આરોપ
2000માં બુકી સાથે સબંધ અને તેને મહત્વની જાણકારી આપવામાં દોષી ગણવામાં આવ્યો. આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સપ્ટેમ્બર 2014માં ક્લિન ચિટ મળી.
હવે શું ?
ક્રિકેટ એક્સપર્ટ તરીકે જોવા મળે છે
સૌજન્ય
દિવ્ય ભાસ્કર