શું તમે હનીમૂન માં જવાનું વિચારી રહ્યા છો? તો કુર્ગ છે તમારા માટે એકદમ બેસ્ટ. અહી સુર્યાસ્તના સમયે વાતવરણ ખુબ જ ખૂબસૂરત અને આહલાદક બની જાય છે. નવા નવા લગ્ન બાદ અહીના બ્યુટીફુલ એટ્મોસફિયરમાં તમે રોમેન્ટિક પોઝ આપીને પોતાના સફરને યાદગાર બનાવવા ફોટોઝ ક્લિક કરી શકો છો.
કુર્ગ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર પ્લેસ છે. અહી જતા અને આસપાસ ના નઝારા જોતા તમને એવું ફિલ થશે કે કુદરતે આને બહુ ફુરસતથી બનાવ્યું છે. કુદરતે બધી સુંદરતા અહી જ છલકાવી છલકાવીને ભરી દીધી છે.
કુર્ગમાં તમને ગમે તેવી તમામ વસ્તુઓ છે, જેમકે હરિયાળીઓ, ઊંચા ઊંચા લીલાછમ પહાડો, એડવેન્ચર, રોમેન્ટિક વોટરફોલ, મંદિરો, માર્કેટ, રાજાની ગાદી, તિબેટન કોલોની, કાવેરી, ખીણો, જંગલ અને સાથે પાર્ટનર એટલે બધું જ આવી ગયું ખરું ને….? રોજ સવારે કોફીની મહેકથી જ અડધું ભારત જાગતું હોય છે, મોટાભાગની કોફીનું ઉત્પાદન કુર્ગમાં થાય છે.
આ સિવાય અહી જોવાલાયક વિશેષ સ્થળો પણ છે જેમકે કુશાલનગર, ઇરપ્પુ, નાગરહોલે વાઇલ્ડલાઇફ સેન્ચુરી અને બીજું પણ ઘણુબધું. આ ચોમાસામાં સોળે કળાએ ખીલેલ લાગે છે. સાઉથ ઇન્ડિયાના અનોખી પ્રકારનાં મંદિરો, રળિયામણાં બીચ અને સુંદર હિલસ્ટેશન્સ માટે આખા ભારતમાં આગવું સ્થાન ધરાવે છે
કુર્ગ સમુદ્રની સપાટીથી આશરે 5000 ફીટની ઊંચાઈએ આવેલા સ્થળ છે. કુર્ગના નઝારાઓ સ્કોટલેન્ડ સાથે મળતા જુલતા આવે છે તેથી જ કારણ છે કે તેને ભારતનું સ્કોટલૅન્ડ નામ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત કુર્ગમાં ટ્રેકિંગ, માછલી પકડવી અને વ્હાઈટ વોટર રાફટીંગ વગેરે લોકપ્રિય છે. અહી રહેવાની પણ સારી સગવડો છે. તમે અહી હોટેલ્સ અને રીઝોર્ટમાં રહી શકો છો. અહી પહેલેથી જ પર્યટકોનું જે વસ્તુમાં આકર્ષણ રહ્યું હોય તો તે છે અહીનો એબી વોટરફોલ. કાવેરી નદી પોતાના પુરા જોશ, ઉમંગથી અહી આખુ વર્ષ પોતની અદા ઘોધ સ્વરૂપે બતાવે છે.