હરિદ્વાર હિંદુઓ ના ઘાર્મિક સ્થળો માંથી એક છે. હરિદ્વાર એ સ્થળ છે જ્યાં ગંગા નદી પહાડોમાંથી મેદાનોમાં પ્રવેશે છે. હરિદ્વારનું ફક્ત ધાર્મિક મહત્વ જ નથી, ભારતીય સંસ્કૃતિમાં પણ આનું મહત્વ છે. હરિદ્વારમાં સૌથી મોટો ‘કુંભનો મેળો’ પણ આયોજિત કરવામાં આવે છે.
હરિદ્વાર નો શાબ્દિક અર્થ, ‘ભગવાન સુધી પહોચવાનો રસ્તો’ થાય છે. ઉતરાખંડની પહાડીઓ વચ્ચે સ્થિત આ પ્રમુખ તીર્થ સ્થળ છે. ટુકમાં સમગ્ર ઉત્તરાખંડ જ પવિત્ર છે. કારણકે અહી વૈષ્ણોદેવી મંદિર, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ અને હિંદુ ઘર્મમાં માનવામાં આવતા ચારધામ ની યાત્રાના સ્થળો પણ આવેલ છે.
હરિદ્વારમાં સંધ્યાના સમયે ગંગા નદીની થતી આરતીના દર્શન તમારા મનમાં વસી જશે. આને જોતા એવું લાગશે કે અહી દરરોજ તહેવાર ઉજવાય છે. પાવન ગંગા માં સ્નાન કરવાથી જન્મો જનમના પાપ નષ્ટ થાય છે એવું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કહેવાયું છે. અહી જોવાલાયક શંકર ભગવાનની ભવ્ય પ્રતિમા છે.
પ્રકૃતિ પ્રેમીઓ માટે હરિદ્વાર જન્નત સમાન છે. કારણકે અહી પુષ્કળ પહાડીઓ અને ચારેકોર હરિયાળીઓ અત્યંત છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ને ચારધામ ગણવામાં આવે છે. હરિદ્વારમાં શિવ અને વિષ્ણુ ભગવાનના વધારે મંદિરો છે.
તમે તહેવારોમાં આ પાવનતીર્થ ની જાત્રા કરી શકો છો. અહી પૂજાની અને બુક સ્ટોલની દુકાનો પણ આવેલ છે. શ્રદ્ધાળુઓ અહી થતી ભવ્ય સંધ્યા આરતીનો લાભ લેવા માટે દુર દુરથી આવે છે અને ગંગા નદીના દાદરમાં બેસી જાય છે.
યોગ્ય રીતે આને જ આધ્યાત્મિકતા નું સર્વોત્તમ સ્થળ કહેવામાં આવે છે. ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી આવેલ લોકો ગંગા નદીનું ‘ગંગાજળ’ પાણીની બોટલમાં ભરીને લઇ જાય છે. હરિદ્વારની શિવાલિક પહાડીઓ પર ‘મનસા દેવી’ નું મંદિર આવેલ છે. આ મંદિર પણ ભવ્ય છે.