અહી દર્શાવવામાં આવેલ વિચારોને વાંચીને તમે અમીર બનવાના સિક્રેટ જાણી શકો છો અને આને વાંચીને તમને પોઝીટીવિટી મળશે.
૧. અમીર લોકો માને છે, હું મારી જિંદગી જાતે જ બનાવું છુ.
ગરીબ લોકો માને છે, જિંદગીમાં મારી સાથે ઘટનાઓ થાય છે.
૨. અમીર લોકો પૈસાની રમત જીતવા માટે રમતા હોય છે.
ગરીબ લોકો પૈસાની રમત હારથી બચવા માટે રમતા હોય છે.
૩. અમીર લોકો મોટું (ઉચ્ચ વિચાર) વિચારે છે.
ગરીબ લોકો નાનું (નાના વિચાર) વિચારે છે.
૪. અમીર લોકો નવા અવસરો (opportunities) પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગરીબ લોકો રૂકાવટ (obstacles) પર ધ્યાન આપે છે.
૫. અમીર લોકો બીજા અમીર અને સફળ લોકોની પ્રશંસા કરે છે.
ગરીબ લોકો અમીર અને સફળ લોકોને પસંદ નથી કરતા.
૬. અમીર લોકો સકારાત્મક અને સફળ લોકોની સાથે રહે છે.
ગરીબ લોકો નકારાત્મક અને અસફળ લોકો સાથે રહે છે.
૭. અમીર લોકો પોતાનું અને પોતાના મુલ્યનો પ્રચાર કરવા ઈચ્છુક રહે છે.
ગરીબ લોકો વહેચવામાં અને પ્રચાર વિષે નકારાત્મક વિચારે છે.
૮. અમીર લોકો ‘આ પણ અને તે પણ’ એમ બંને માટે વિચારે છે.
ગરીબ લોકો ‘આ કે તે’ નું વિચારે છે.
૯. અમીર લોકો પૈસાથી પોતાના માટે કડી મહેનત કરાવે છે.
ગરીબ લોકો પોતાના પૈસા માટે કડી મહેનત કરે છે.
૧૦. અમીર લોકોને ડર (risk) હોવા છતા કામ કરે છે.
ગરીબ લોકો ડરને કારણે કામ છોડી દે છે.