કતાર છે સૌથી ધનિક મુસ્લિમ દેશ, જુઓ અન્ય દેશો

rich countries in the world - janvajevu.com

ગ્લોબલ ઇકોનોમીમાં મુસ્લિમ દેશોનો ઘણો મહત્વનો રોલ છે. દુનિયાની ઘણી મોટી જરૂરીયાતોને પુર્ણ કરનારા આ દેશ બિઝનેસના મામલે ખાસ્સું નામ કમાઇ ચૂકયા છે. આ મુસ્લિમ દેશોમાંથી મોટાભાગના દેશો ધનિક દેશોની કેટેગરીમાં આવે છે. દુબઇ, કુવૈત અને યુએઇ જેવા દેશોની સાથે મુસ્લિમ દેશોને પર્યટનના મામલે પણ ઘણું મહત્વ મળી રહ્યું છે. રિયલ એસ્ટેટ સેકટરમાં દુબઇ અને બાકીના મુસ્લિમ દેશોની સારી પકડ છે. દુનિયાભરના ક્રૂડ ઓઇલના ભંડારોમાં મોટાભાગના મુસ્લિમ દેશોમાં જ છે. આ દેશોની પાસે એટલા રૂપિયા છે કે દુનિયાના ઘણાં દેશો ખરીદી શકે છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકે 2014ના રિપોર્ટમાં આ દેશોની પ્રતિ વ્યક્તિ આવકને આધાર બનાવીને સૌથી અમીર દેશોમાં ગણતરી કરી છે.

દુનિયાના મુસ્લિમ દેશોમાં નંબર વન પર છે કતાર. 2013-14ના આંકડા અનુસાર મુસ્લિમ દેશોમાં સૌથી વધુ પ્રતિ વ્યક્તિ આવકવાળા દેશોમાં કતારનો નંબર પ્રથમ આવે છે. આ દેશની માથાદીઠ આવક 88919 ડોલર (અંદાજે 55,12,768 રૂપિયા) છે. ગેસ સેકટર આ દેશની ઇકોનોમી અને આવકનું મુખ્ય સાધન છે.

નોટઃ ડોલરની કિંમત 62 રૂપિયા ગણવામાં આવી છે.

કુવૈત

rich countries in the world - janvajevu.com

સૌથી અમીર મુસ્લિમ દેશોમાં કુવૈતનો બીજો નંબર આવે છે. દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઇલના ભંડારો આ દેશ પાસે છે. જેના કારણે મુસ્લિમ દેશો અને તેમની અર્થવ્યવસ્થામાં આ દેશનો ખાસ્સો દબદબો છે. અહીંની વાર્ષિક માથાદીઠ આવક 54,654 ડોલર (અંદાજે 33,88,548 રૂપિયા) છે.

બ્રુનેઇ

rich countries in the world - janvajevu.com

બ્રુનેઇના સુલ્તાનની સંપત્તિ અને રહેણીકરણી દુનિયામાં મશહુર છે. ઓઇલ અને કુદરતી ગેસ આ દેશની આવકનું મુખ્ય સાધન છે. અહીં વાર્ષિક પ્રતિ વ્યક્તિ આવક 50,506 ડોલર (અંદાજિત 31,31,372 રૂપિયા) છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રુનેઇ સરકાર ઓઇલ અને ગેસ પરની એકમાત્ર આત્મ નિર્ભરતાને બદલવાની કોશિશ કરી રહી છે.

યુનાઇટેડ આરબ અમીરાત (યૂએઇ)

rich countries in the world - janvajevu.com

ઘણી મોટી સંખ્યામાં દુનિયામાં કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલની નિકાસ કરનારો આ દેશ સૌથી મોંઘા મુસ્લિમ દેશોમાં પણ શામેલ છે. દુનિયાના સૌથી અમીર મુસ્લિમ દેશોમાં તે ચોથા નંબરે છે. અહીંની વાર્ષિક માથાદીઠ આવક 48,222 ડોલર (29,89,764 રૂપિયા) છે.

સાઉદી અરેબિયા

rich countries in the world - janvajevu.com

આ દેશમાં પેટ્રોલિયમ પેદાશોનો અખૂટ ભંડાર છે. દુનિયાના કુલ રિઝર્વ પેટ્રોલિયમ પેદાશોનો પાંચમા ભાગનો હિસ્સો આ દેશની પાસે છે. અહીંની પ્રતિ વ્યક્તિ આવક 24,434 ડોલર (15,14,908 રૂપિયા) છે. હાલમાં જ રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ આ દેશને સૌથી સારો ગણવામાં આવ્યો છે અને મોટાભાગના લોકો અહીં રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે.

બહેરીન

rich countries in the world - janvajevu.com

આરબ જગતમાં બહેરીન સૌથી ઝડપી વિકાસ કરનારા દેશોની યાદીમાં નંબર વન પર પહોંચી ગયો છે. આ દેશમાં ઇસ્લામિક બેંકિંગનું ફાઇનાન્સિયલ સર્વિસ સેકટર પણ છે. આ એક એવો મુસ્લિમ દેશ છે જેણે પેટ્રોલિયમ પેદાશોની સાથે ટુરિઝમને પણ પોતાની આવકનો મુખ્ય સ્ત્રોત બનાવ્યો છે. અહીંની પ્રતિ વ્યકિત આવક 23,690 ડોલર (અંદાજે 14,68,780 રૂપિયા) વાર્ષિક છે.

લીબિયા

rich countries in the world - janvajevu.com

દુનિયાના સૌથી અમીર મુસ્લિમ દેશોમાં તેનો આંઠમો નંબર છે. આપખુદશાહી શાસન માટે ચર્ચિત દેશ લીબિયા પણ અમીર મુસ્લિમ દેશોમાં શામેલ છે. અહીં ક્રૂડ ઓઇલના અખૂટ ભંડાર મોજુદ છે. 2013ના આંકડા મુજબ અહીં વાર્ષિક પ્રતિ વ્યક્તિ આવક 16,855 ડોલર ( અંદાજે 10,45,010 રૂપિયા) છે.

મલેશિયા

rich countries in the world - janvajevu.com

દુનિયાના ધનિક મુસ્લિમ દેશોમાં મલેશિયા 9માં નંબરે છે. કુદરતી સૌંદર્યથી ભરપુર આ દેશની આવકનો મુખ્ય સ્ત્રોત ટૂરિઝમ પણ શામેલ છે. 2013માં અહીંની પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 15,589 ડોલર ( અંદાજે 9,66,518 રૂપિયા ) છે.

લેબનોન

rich countries in the world - janvajevu.com

લેબનોનને મધ્યપૂર્વના સૌથી જટિલ અને વિભાજિત રાષ્ટ્રોમાં ગણવામાં આવ્યું છે. લેબનોનના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જેને મધ્યપૂર્વમાં વેપારનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર ગણવામાં આવે છે. ધનિકોમાં 10માં નંબરે એવા આ રાષ્ટ્રની વાર્ષિક માથાદીઠ આવક 14,709 ડોલર ( અંદાજે 9,11,958 રૂપિયા) છે. ઇઝરાયલના નિર્માણના સમયે જે વિવાદ ઉભા થયા તેમાં કયાંક ને કયાંક અને કોઇને કોઇ સ્વરૂપે લેબનોન પણ શામેલ રહ્યું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,084 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 7