કડવું છે, પણ લાઈફ ચેન્જ કરી નાખે તેવું સત્ય છે!

girl_flower_hand_fingers_child_7769_2560x1600

ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે કીડીઓને ખાય છે, ચકલી જયારે મરે છે ત્યારે કીડીઓ એને ખાય જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે.

– એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું.

– ક્યારેય કોઈને નીચા ન ગણવા.

– તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

– એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે.

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

– કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

– કંઠ આપ્યો કોયલએ તો, રૂપ લઇ લીધું.

– રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

– આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

– આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

– આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

– ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર ‘એ ઇન્સાન’ ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.

માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે  :-

* મારું નામ ઊંચું થાઇ.
* મારા કપડા સારા હોય.
* મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ
સૌથી પહેલા બદલી નાખે છે :-

* નામ – (સ્વર્ગીય)
* કપડા – (કફન)
* મકાન – (સ્મશાન)

જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા…

આ સરસ પક્તિ જે પણ મહાન પુરુષે લખી છે તેણે શું સુંદર લાઈન લખી છે.

‘એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે…
જયારે માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે….’

સુંદર લાઈન

‘એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે….
અને તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે….’

લાઈફમાં આપણને બધી જગ્યાએ “સક્સેક” જોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે
જ્યાં આપણે કહીએ છીએ કે
“હાર” જોઈએ છે.
કારણકે
આપણે ભગવાનથી
“જીતી” નથી શકતા…!!

********************

ધીરે ધીરે વાંચો આ અમુલ્ય મેસેજને…

આપણે, આપણા ભગવાનને રોજ ભૂલી જઈએ છીએ…
તે આપણી ભૂલોને અને… આપણે તેમની મહેરબાનીઓને….

Comments

comments


22,782 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 2 =