કડવું છે પણ આપણા દેશનું સત્ય છે

indians

આ ઇન્ડિયા છે બોસ!

* આપણે છોકરીના ભણતર કરતા વધારે ખર્ચો લગ્નમાં કરીએ છીએ.

* આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસવાળા ને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ ગભરાઈએ છીએ.

* IAS એક્ઝામ માં એક વ્યક્તિ ‘દહેજ’ : એક સામાજિક બુરાઈ’ પર નિબંધ 1500 માં સારામાં સારી રીતે લખી નાખે છે. બધાને પ્રભાવિત કરે છે અને એક્ઝામ પણ સારી રીતે પાસ કરે છે. એક વર્ષ પછી આ જ વ્યક્તિ દહેજમાં 1 કરોડ રૂપિયા માંગે છે કારણકે તે એક IAS ઓફિસર છે.

* ભારતીય ખુબજ શર્મિલા હોય છે છતા પણ 121 કરોડ છે.

* ભારતીયોના સ્ક્રેચપ્રૂફ ગોરિલા ગ્લાસ વાળા સ્માર્ટફોન પર  સ્ક્રીન ગાર્ડ લગાવવું જરૂરી છે પણ બાઈક ચલાવતા સમયે હેલ્મેટ લગાવવું જરૂરી નથી.

* ભારતીય સમાજ ‘રેપ ન કરો’ ની જગ્યાએ ‘રેપ થી બચો’ એ શીખવાડે છે.

* અહી યોગ્ય લોકોની જગ્યાએ આરક્ષણ પ્રાપ્ત લોકો વધારે ફાયદામાં જીવે છે.

* અહી સમાજ એક પોર્ન સ્ટારને તો સેલિબ્રિટીના રૂપમાં ખાસ દર્જો આપે છે. પરંતુ એક રેપ પીડિતાને સામાન્ય માણસનો પણ દર્જો નથી આપતો.

* બધાને ખુબ જલ્દી છે પણ સમયસર કોઈ નથી પહોચતું.

* મોટાભાગના જે લોકો ગીતા અને કુરાન પર લડે છે, તે એ લોકો હોય છે જેમણે આજ સુધી ક્યારેય ગીતા અને કુરાન વાચ્યું નથી.

* જે ચપ્પલ આપણે પહેરીએ છીએ તે એર કંડીશંડ શોરૂમ્સ માં વહેચાય છે અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ તે ફૂટપાથ પર વહેચાય છે.

હવે વિચારો! શું આ બધી રીતે આપણું ભારત આગળ વધશે?

Comments

comments


14,068 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 5 = 3