કડકડતી ઠંડીમાં આ ઘરેલુ નુસ્ખાથી મેળવો ગુલાબ જેવા ગુલાબી હોઠ

black lips remedy in gujarati | Janvajevu.com

બદલાતા હવામાનને કારણે હોઠની સુંદરતા પર અસર પડે એ તો સામાન્ય છે. ઠંડીનું આગમન થતા જ હોઠોને ફાટવાનું શરુ થઈ જાય છે. એવામાં હોઠોની સુંદરતા ગાયબ જ થઈ જાય છે. આ મોસમમાં હોઠ સુકાઈ અને ફાટી જાય છે. શું તમારા હોંઠ ફૂલ જેવા નાજુક નથી. તો ચાલો આ ટીપ્સ ઉપર થોડું ધ્યાન આપો.

1. છીણેલા નાળિયેરનું દૂધ કાઢીને હોંઠો પર લગાઓ. આનાથી તમારા હોંઠ ગુલાબી રહેશે.

2. ગુલાબ ની પાંદડીઓને પીસીને તેમાં થોડું ગ્લિસરીન ઉમેરો. આ મિશ્રણને રોજ તમારા હોંઠ પર લગાઓ. આમ કરવાથી હોઠનો કાળો ભાગ દુર થઈ જશે.

3. દરરોજ લિપસ્ટિક લગાવવાનું બંધ કરી દ્યો.

4. દહીંના માખણ માં કેસર મેળવીને હોંઠો પર ધસવાથી તમારા હોંઠ હંમેશા ગુલાબી રહેશે.

5. તિરાડો પડવાથી થોડું મધ લઈને હોંઠો પર આંગળીથી ધીરે-ધીરે ઘસવું. થોડાક દિવસોમાં તમારા હોંઠ પહેલાની જેમ જ શાઇની અને નરમ બની જશે.

black lips remedy in gujarati | Janvajevu.com

6. મલાઈમાં ચપટી હળદર નાખીને ધીરે-ધીરે હોંઠો પર માલીશ કરો. આ નુસખાથી કાળા હોંઠ પણ પાછા ગુલાબી થઈ જશે.

7. આખો દિવસ હોંઠોને ચાવવા નહિ અને તેના પર વારંવાર જીભ ન ફેરવવી. આનાથી હોઠોમાં નેચરલ બ્રાઇટનેસ ઘટી જાય છે.

8. રાત્રે સુતા પહેલાં હોંઠો પર સહેજ નાળિયેર તેલ અવશ્ય લગાવવું. આનાથી તમારા હોંઠ ગુલાબી અને ચમકદાર બનશે.

9. સારા ગુલાબી હોઠ મેળવવા માટે મધ અને લીંબુના રસની સાથે જૈતૂનના તેલનો ઉપયોગ કરો. આ ત્રણને મેળવીને એક બામ બનાવો અને દરરોજ તેનો ઉપયોગ કરો.

10. સ્ટ્રોબેરી અને પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ સોફ્ટ ગુલાબી હોઠ બનાવવા માટે કરો.

11. કોથમીરનો રસ, ગાજરનો રસ અને પુદીનાનો રસ નરમ અને ગુલાબી હોઠ માટે ખુબજ ફાયદાકારક છે.

12. કાચા બટાકાને હોઠ પર ઘસવાથી કાળાશ દુર થાય છે.

black lips remedy in gujarati | Janvajevu.com

13. તમે લિપ્સની સારવાર માટે ફ્રિજ માંથી કાઢેલ બરફના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો. ગુલાબી હોંઠ માટે બરફના ટુકડાને પાતળા કપડામાં લપેટીને હોંઠ પર ધસો.

14. લવિંગના તેલને પણ હોંઠો પર લગાવીને મસાજ કરી શકો છો. આનાથી પણ તમે ગુલાબી લીપ્સ મેળવી શકો છો.

Comments

comments


9,258 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 3