કંડાઘાટ એ હિમાચલ પ્રદેશમાં આવેલ ખુબજ સુંદર ડેસ્ટીનેશન છે. જોકે, આખું હિમાચલ જ ખુબ સુંદર રાજ્ય છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૨ પર સ્થિત છે. જયારે વાત આવે વેકેશન ની ત્યારે આપણે પ્રકૃતિમાં ખોળામાં છુટ્ટીઓ વિતાવવાનું પસંદ કરીએ છીએ.
વિકેન્ડ ફક્ત આપણા મનને જ રીફ્રેશ નથી કરતુ પણ અંદરથી જ આપણામાં સ્ફૂર્તિ અને તાજગી લાવી દે છે. હિમાચલની આ જગ્યા સાચે જ અદ્ભુત છે.
કંડાઘાટ હિમાચલના સોલન જીલ્લામાં આવેલ છે. આ સમુદ્ર તળથી લગભગ ૧૪૨૫ મીટરની ઊંચાઈએ કાલકા હાઈવે પર સ્થિત છે. આ શિમલા ની પણ નજીક આવેલ છે. કંડાઘાટ એ હિમાચલ નું નાનકડું એવું શકેર છે.
કંડાઘાટ ટુરિસ્ટની નજરમાં ત્યારે આવ્યું જયારે પટિયાલા ના રાજા અરજ ભુપિન્દરસિંહે પોતાના માટે અહી એક ભવ્ય મહેલનું નિર્માણ અહી કરાવ્યું. જેણે ‘ચૈલ પેલેસ’ ના નામે ઓળખવામાં આવે છે.
રાજા આ પેલેસમાં શિયાળાની ગુલાબી ઠંડી ની મજા માણવા અહી આવતા. બાદમાં આ ફેમસ થયું. પર્યટકો માટે આ પરફેકટ વિકેન્ડ ડેસ્ટીનેશન છે. આ પ્રાચીન ઘાર્મિક સ્થળ છે. અહી જોવા માટે ચૈલ પેલેસ, શિવ મંદિર, કરોલ ના ટીબ્બા, તારા દેવી મંદિર, બાબા થડા મુલ્લા વગેરે જગ્યાઓ છે.
અહીના પ્રદુષણ રહિત વાતાવરણ ને કારણે લોકોને થયેલ રોગો મટી જાય છે. કદાચ આ કારણે પણ વેકેશનમાં લોકો અહી આવવાનું પસંદ કરે છે. આ ખુબ જ શાંતિપૂર્ણ પર્યટક સ્થળ છે. કંડાઘાટ ની નજીક કરોલ માઉન્ટેન પર તમને એક રહસ્યમય ગુફા અને સુંદર પ્રાકૃતિક નઝારાઓ જોવા મળશે. અહી આવી તમે પ્રાકૃતિક નઝારાઓ ને નિહાળી શકો છો ઉપરાંત ચિંતન પણ કરી શકો છો.