ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્

ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્

સામગ્રી :-

૧ કપ વ્હાઈટ ઓટ્સ

૧/૪ કપ રોટલીનો લોટ

૨ ટેબલ સ્પૂન ખાંડ

૨ ટેબલ સ્પૂન દૂધ

૧ ટેબલ સ્પૂન સફેદ માખણ (ઘરે બનાવીએ તે)

૧ ટેબલ સ્પૂન કાજુના ટુકડા

૧ ટેબલ સ્પૂન કીસમીસ

રીત :-

એક બાઉલમાં ઓટ્સ, રોટલીનો લોટ, ખાંડ, દૂધ, માખણ અને કાજુ – કીસમીસના ટુકડા બધું એક પછી એક ભેળવીને લોટ બાંધી લો. અને તેમાંથી નાના ગોળા બનાવી લો.

હવે બેકિંગ ટ્રેમાં સહેજ ઘી લગાવી તેમાં બધા જ ગોળા છૂટા છૂટા ગોઠવી લો. ઑવનને ૧૮૦ ડીગ્રીએ પ્રિ હિટ કરીને બેકિંગ ટ્રેને ઑવનમાં મૂકો. ૨૦ મિનિટ સુધી બેક કરો, દસ મિનિટ પછી બધા જ ગોળાને ઉલટાવી લો.

૨૦ મિનિટ બેક થયા બાદ પ મિનિટ તેને સ્ટેન્ડબાય રાખીને બહાર કાઢી લો. ઠંડા થાય પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

આ સાવ સરળ અને પૌષ્ટિક કૂકીઝ બને છે. આમાં ક્યાંય મેંદો નથી, કોઈ એસેન્સ કે કલર નથી માખણ પણ ઘરે બનાવીએ તે સફેદ માખણ જ વાપર્યું છે. આ કૂકીઝ એટલા સ્વાદિષ્ટ બને છે કે બહારના કૂકીઝ ભૂલી જશો…. આને અલગ અલગ કોમ્બિનેશનમાં બનાવી જોજો અને અમને પણ જણાવજો…

 

Comments

comments


3,608 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 5