ઓટ્સ નાનખટાઈ

ઓટ્સ નાનખટાઈ

સામગ્રી

 • ઘઉં કે મેંદાનો લોટ – ૧/૨ કપ
 • કૂકિંગ ઓટ્સ – ૧/૪ કપ
 • આઇસિંગ સુગર – ૧/૩ કપ
 • બટર – ૧/૩ કપ
 • વેનિલા એસેન્સ – ૧/૪ ટીસ્પૂન
 • બેકિંગ પાઉડર – ૧/૪ ટીસ્પૂન
 • ખાવાના સોડા – ૧/૮ ટીસ્પૂન
 • એમોનિયા પાઉડર – ૧/૮ ટીસ્પૂન (મરજીયાત)
 • પિસ્તાંની કતરણ – ૧ ટેબલસ્પૂન
 • દૂધ – ૧ ટીસ્પૂન
 • એલાયચી પાઉડર -૧/૪ ટીસ્પૂન

રીત

 •  ઘઉંનો લોટ બેકિંગ પાઉડર અને સોડા નાખી ચાળી લેવો.
 •  લોટમાં હાથેથી ક્રશ કરી ઓટ્સ નાખવા. એલાયચી પાઉડર ને પિસ્તાં કતરણ ઉમેરવી.
 •  એક બાઉલમાં બટર અને આઈસિંગ સુગર લઈ બરાબર ફીણવું. ઘઉંનો લોટ ઉમેરવો.
 •  એમોનિયા પાઉડર ઉમેરવો. બરાબર હલાવી મિક્સ થવા દેવો. વેનિલા એસેન્સ ઉમેરી હળવા હાથે ભેળવી કણેક બાંધવી.
 •  કણેકના એક સરખા ૧૨ ગોળા વાળવા. ગોળા હાથેથી દબાવી, ચપટા કરી વચ્ચે ખાડો પાડવો. તેમાં સહેજ ઈલાયચી        પાઉડર અને થોડી પિસ્તાંની કતરણ મૂકી દબાવી દેવી. બેકિંગ ટ્રે ગ્રીઝ કરી બધી નાનખટાઈ ગોઠવવી.
 •  પ્રિહિટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયમ પર ૧૨ મિનિટ બેક કરવી. ૩થી ૪ મિનિટ સ્ટેન્ડિંગ ટાઈમ માટે રાખવી. નાનખટાઈ તૈયાર થઈ જશે.

Gujarati Food - Recipes naan khatai

નોંધઃ

પિસ્તાં અને એલાયચીની જગ્યાએ કાજુ અને કેસરનો ઉપયોગ કરી શકાય, પરંતુ જો કેસર વાપરો તો વેનિલા એસેન્સ ન વાપરવું.

Comments

comments


4,020 views

Leave a Reply

Your email address will not be published.


5 × = 25