ઓઈલ ફ્રી રેસીપી ગ્રીન પીસ પાનકી

સામગ્રી

panki2

* ૫ ટેબલ સ્પૂન ચોખાનો લોટ,

* ૧ ટેબલ સ્પૂન અડદની દાળનો લોટ,

* ૧/૨ કપ અધકચરા લીલા વટાણા,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચાં,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૨ ટેબલ સ્પૂન દળેલું ધાણાજીરું,

* ૩/૪ કપ પાણી,

* ૧/૨ ટેબલ સ્પૂન ફ્રુટ સોલ્ટ,

* ૨ ટેબલ સ્પૂન પાણી.

રીત

બેટર બનાવવા માટે ચોખાનો લોટ, અડદની ડાળનો લોટ, અધકચરા લીલા વટાણા, સમારેલ કોથમીર, લીલા મરચાં, સ્વાદાનુસાર મીઠું, દળેલું ધાણાજીરું અને પાણી નાખીને થોડું ઢીલું મિશ્રણ તૈયાર કરવું. હવે આ મિશ્રણને થોડું ફૂલાવવા માટે ફ્રુટ સોલ્ટ નાખવું અને તેની ઉપર ૨ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખવું. ત્યારબાદ મિશ્રણને હલાવી લેવું.

હવે પાનકી બનાવવા માટે તમારા મનપસંદ આકારમાં કાપેલા કેળાના પાન લેવા. પછી આ પાન ઉપર ઓઈલ ગ્રીસ કરવું. ત્યારબાદ પાનકી ઉપર તૈયાર કરેલ મિશ્રણ મુકવું અને તેની ઉપર કવર બનાવવા માટે બીજા પાનને પણ ઓઈલથી ગ્રીસ કરવું અને તેના પર ઢાંકવું.

ત્યારબાદ શેકવા માટે એક નોનસ્ટીક પેનમાં આ પાનકી ને મુકવી.  નોનસ્ટીકમાં સહેજ પણ તેલ ન રેડવું. તેલ વગર જ પાનકી ને ફ્રાય કરવી. હવે આ પાન થોડું ટાઇડ અને આછા લાલ રંગનું થાય એટલે બીજી બાજુ પલટાવવું. તો તૈયાર છે પાનકી. ગેસ પરથી ઉતાર્યા બાદ પાનકીની ઉપરનું કવર બનાવેલ પાનને કાઢી લેવું. હવે નીચેનું પાન પણ કાઢી લેવું અને એક પ્લેટમાં ઉલટું પાથરવું. તો તૈયાર છે ઓઈલ ફ્રી રેસીપી ગ્રીન પીસ પાનકી.

Comments

comments


5,767 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 12