ચાપાનેરની જામા મસ્જિદ
ઐતિહાસિક રચના અને કૃતિઓથી ભરેલા વિશ્વમાં ભારત એક એવું રાષ્ટ્ર છે, જ્યાં આપણને અનેક ઐતિહાસિક અને પૌરાણિક કલાકૃતિઓ દેશના વિભિન્ન ખૂણે જોવા મળી જશે. ભારત સર્વધર્મ સમભાવમાં માને છે અને તેના જ કારણે ભારતમાં દરેક ધર્મને રજૂ કરતી કૃતિઓનું પણ એટલું જ સર્જન કરવામાં આવ્યું છે. મંદિરોથી માંડીને મસ્જિદો સહિત અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતી ધરોહરો આવેલી છે.
દેશમાં આવેલી મસ્જિદો અંગે વાત કરવામાં આવે તો ગુજરાતમાં દેશની અનેક ઐતિહાસિક અને જૂની મસ્જિદો આવેલી છે. અમદાવાદમાં આવેલી સિદીસઇદ મસ્જિદ મુસ્લિમોની સંસ્કૃતિને રજૂ કરે છે, જેની સાથે માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ અન્ય ધર્મોના સમુદાયો પણ એક અલગ પ્રકારનું જોડાણ અનુભવે છે. ગુજરાત સાથે મુસ્લિમોને સદીઓથી એક અનોખો નાતો રહ્યો છે અને એ જ કારણ છેકે ગુજરાતમાં આપણને અનેક ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ રીતે મહત્વની છે.
ગુજરાતની સૌથી જૂની મસ્જિદ સુરતથી અંદાજે ૧૫૦ કિ.મી દૂર આવેલા સંજાણ ખાતે આવેલી છે. આ મસ્જિદને અંદાજે 813-841 CE મુસ્લિમ રાજવંશી ફદ્લ દ્વારા બનાવવામાં આવી હતી. આ જ પ્રકારે ભરૂચમાં 0038 CEમાં અને 1065 CE મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં દ્રષ્ટિ ગોચર કરવામાં આવે તો આપણને એવી અનેકવિધ મસ્જિદો મળી આવશે જે આજથી સદીઓ પૂર્વે બનાવવામાં આવી હતી અને આજે પણ પોતાના ઐતિહાસિક મહત્વ વચ્ચે અડીખમ ઉભી છે.
હજરત મહોમદ પન્નાહ મસ્જિદ
આ મસ્જિદ ભૂજમાં આવેલી છે, તેને સૌથી જૂની મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. હજરત મહોમદ પન્નાહ મસ્જિદ આશરે ૩૦૦ કરતા પણ વધુ વર્ષો જૂનું બાધકામ ધરાવે છે. ૨૦૦૧માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે મસ્જિદને ખાસું એવું નુક્સાન પહોંચ્યું હતું. આ ભૂકંપમાં મસ્જિદના બે મિનારત અને એક દિવાલ ધરાશયી થઇ ગઇ હતી. તેમજ કેટલાક કાંગુરા પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. કચ્છના મહારાઓશ્રી ગોડજીના શાસન દરમિયાન ઇ.સ.૧૭૬૩ની સાલમાં હજરત મોહમ્મદ પન્નાહ સાહેબ કચ્છ પ્રદેશમાં આવ્યા ત્યારે આ મસ્જિદે ઉતર્યા હતા એ સમયે આ મસ્જિદ લોહાર વાઢા જમાત મસ્જિદના નામે ઓળખાતી હતી.
ચાપાનેરની જામા મસ્જિદ
પાવાગઢ ખાતે આવેલુ ચાંપાનેર એક આર્કોલોજીક પાર્ક છે અને તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. ચાંપાનેરમાં અનેક ઐતિહાસિક કિલ્લાઓ અને ઈમારતો આવેલી છે. ચાંપાનેર એક સમયે ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી, એ સમયે તેમણે ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ બનાવી હતી. જામા મસ્જિદને ૧૫૧૩માં બનાવવામાં આવી હતી. સુલાતન મહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવેલી મહત્વની ઇમારતોમાની એક ઇમારત તરીકે આ મસ્જિદને માનવામાં આવે છે. મહેમૂદે બંધાવેલી જુમ્મા મસ્જિદ ઇન્ડોમસાર્સેનિક કૌશલ્યનો અલભ્ય નમૂનો ગણાય છે.
રતનબાઇ મસ્જિદ, જામનગર
રતનબાઇ મસ્જિદ જૂના જામનગરમાં આવેલી છે. જામનગર શહેરમાં આવેલી લાલિત્યપૂર્ણ ઈમારતોમાં સૌથી જૂની ઇમારતોમાની એક માનવામાં આવે છે. આ મસ્જિદની મોટી માત્રામાં પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. રતનબાઇ મસ્જિદ ઉપરાંત જામનગરમાં માઇપુરી મસ્જિદ, જમામ મસ્જિદ પણ આવેલી છે, પરંતુ રતનબાઇ મસ્જિદની બનાવટ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ મસ્જિદની બનાવટ અંગે વાત કરીએ તો ચંદનના દરવાજા અને સીપલાઓથી જડેલા બે લાંબા આકર્ષક મીનાર આવેલા છે.
ભરૂચની મસ્જિદો
મદરેસા મસ્જિદ: ભરૂચમાં આવેલી મદરેસા મસ્જિદ અંદાજે ૩૦૦ કરતા પણ વધુ વર્ષ જૂની છે. જેનું નિર્માણ મોહમ્મદ દ્વારા ૧૦૩૮માં કરવામાં આવ્યું હતું. આ મસ્જિદમાં આવેલી લાકડાની પ્લેટ્સે આકર્ષણ જમાવ્યું છે. જેનું નિર્માણ ૧૬૦૯માં કરવામાં આવ્યું હતું.
જામી મસ્જિદ: જામી મસ્જિદને ૧૪મી સદીમાં બનાવવામાં આવી હતી. તેની ડિઝાઇન, આર્કિટેક્ચર નિહાળવાલાયક છે. તેની ઇન્ટિરયર ડિઝાઇન અંગે વાત કરીએ તો તે ૪૮ પિલ્લરમાં વહેચાયેલી છે. તેમાં ત્રણ મુખ્ય અને ૧૦ નાના ડોમ્સ છે.
રાણી રૂપમતી મસ્જિદ, અમદાવાદ
રાણી રૂપમતી મસ્જિદ અમદાવાદની ઉત્તર બાજુએ સ્થિત છે. જેનું નિર્માણ સુલ્તાન મહમદ બેગડા દ્વારા કરવામાં આવ્યું હતું, આ મસ્જિદનું નામ સુલ્તાનની પત્ની રાણી રૂપમતીના નામ પર રાખવામાં આવ્યું છે, જેનું નિર્માણ ઇ.સ. 1430-1440 દરમિયાન કરવામાં આવ્યું છે. તેનું બાંધકામ સુંદર છે, તેમાં આવેલા ડોમ્સ, કર્વ્ડ ગેલેરી અને ઉંચા મિનારત જોવાલાયક છે.
સીદી સૈયદની મસ્જિદ, અમદાવાદ
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જીદ તેની અર્ધગોળાકાર આકારની સુંદર કોતરણી માટે ખૂબજ પ્રખ્યાત છે. મસ્જીદમાં આવેલી બે જાળીઓની કોતરણી ભારતભરમાં અજોડ છે. સીદી સૈયદની મસ્જીદ ઈ.સ. 1572-73માં સુલતાન મુઝફરશાહ દ્વારા બંધવવામાં આવી હતી. મસ્જીદની પશ્ચિમ બાજુએ આવેલી બે જાળીઓના લાકડાના નમૂનાઓ ન્યુ યોર્ક અને કેસિગ્ન્ટન મ્યુઝિયમ ખાતે મુકવામાં આવ્યા છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર