વિક્ટોરિયા મેમોરિયલ પશ્ચિમ બંગાળના કોલકાતા માં આવેલ છે. આ સ્મારક ‘રાણી વિક્ટોરિયા’ ને સમર્પિત કરે છે. આ સ્મારકમાં શિલ્પકલા નો ઉત્તમ નમુનો તમને જોવા મળશે. આની સ્થાપના અંગ્રેજ ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને ૧૯૦૫માં કરી હતી.
કોલકાતાના આ મ્યુઝિયમને એશિયાના સર્વશ્રેષ્ઠ એતિહાસિક મેમોરિયલમાં શામેલ કરવામાં આવ્યું છે. આ મેમોરિયલને લોકો દ્વારા સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. એશિયાના ૨૫ ઉત્તમ સ્મારકમાં આને જગ્યા મળી છે.
આનું નિર્માણ ૧૯૦૬ થી લઇ ૧૯૨૧ ની વચ્ચે ભારતમાં ઈંગ્લેંડની ક્વીન વિક્ટોરિયા ના ૨૫ વર્ષ શાસનકાળ ના પુરા થવાની ખુશી બનાવવામાં આવ્યું હતું. આની વ્યાપકતા, ભવ્યતા અને રોયલ્ટી જોઇને તમે અચરજ પામી જશો. મેમોરિયલ ની ઉપર એક સુંદર એવી પરી બનેલ છે, જેને જોવાલાયક છે.
લોકોની પસંદ અનુસાર ‘હોલ ઓફ ફેમ’ માં આ મ્યુઝિયમ ને શામેલ કરવામાં આવ્યું છે. વિક્ટોરિયા મેમોરિયલ માં શાહી પરિવારની ઘણી બધી તસ્વીરો છે. પ્રદર્શન સિવાય પર્યટકો અહીની ખૂબસૂરતી જોવા આવે છે. ઉપરાંત આ કોલકાતા ના દર્શનીય સ્થળોમાંથી પણ એક છે.
આ ૫૭ એકર જમીનમાં ફેલાયેલ છે. આની દરેક દીવાલો પર નકશીકામ કરેલ છે. જયારે કોલકાતા જાવ ત્યારે ઘ્યાન રાખવું કે વિક્ટોરિયા મેમોરિયલ સોમવારના દિવસે બંધ રહે છે. તેથી તમે અન્ય દિવસે અહી જઈ શકો છો.
આ ખુબ જ સુંદર મેમોરિયલ છે, જેની અંદર મહારાણી વિક્ટોરિયા નો પિયાનો અને સ્ટડી ડેસ્ક સહીત ૩૦૦૦ કરતા પણ વધુ વસ્તુઓ સંગ્રહિત છે. તાજમહેલ ની જેમ જ આને પણ સંગેમરમર થી બનાવવામાં આવ્યો છે. આની ઉપર ટોચમાં ગોળ ગુંબજ છે.
એકદમ પરફેકટ સેલ્ફી લેવી હોય તો તમે અહી જઈ શકો છો. આની અંદર જતા તમને વિદેશમાં હોવ તેવો અહેસાસ થશે.