કલાકૃતિઓનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતા ખજુરાહોના મંદિરોની મૂર્તિઓના વિષયમાં વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ મૂર્તિઓનું નગ્ન થવું અને સંભોગ દર્શાવવું થાય છે.
ખજુરાહોના મંદિરોના મંદિરો પોતાની કામુકતા અને નગ્ન મૂર્તિઓ માટે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. કામસૂત્રની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થી કામભાવના અને કામકળાનું અધ્યયન અને વિશ્લેષણ કરવામાં આવેલ મૂળ ભાવનાઓથી ખજુરાહોનું ચિત્રણ કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો અર્થ અને લક્ષ્ય સમજવો મુશ્કિલ છે. ખજુરાહોના મંદિરો પણ તેમાંથી એક છે. મધ્યપ્રદેશના છતરપૂર જીલ્લામાં આનો ઈતિહાસ ખુબ જુનો છે. ખજુરાહોનું નામ એટલા માટે પડ્યું કે અહી ખજુરના વૃક્ષોનું વિશાલ ગાર્ડન છે. ‘ખજીરવાહીલા’ થી નામ પડ્યું ખજુરાહો.
અમૂક વિશ્લેષણોનું માનવું છે કે પ્રાચીન કાળમાં રાજા-મહારાજા ભોગ-વિલાસિતા માં વધારે લુપ્ત રહેતા હતા. તેઓ ઉત્તેજિત રહેતા તે કારણે ખજુરાહોના મંદિરોની બહાર નગ્ન તેમજ એરોટીકની મુદ્રામાં મૂર્તિઓ બનાવવામાં આવે છે.
હિંદુ અને જૈન ધર્મથી પ્રેરિત ખજુરાહોના વધારે મંદિરોનું નિર્માણ ‘ચંદેલો’ ના શાસન કાળ દરમિયાન થયું હતું. ૧૨ મી શતાબ્દીમાં ખજુરાહોના લગભગ ૮૫ મંદિરોનું અસ્તિત્વ હતું. પરંતુ સમય જેમ જેમ પસાર થયો ગયો તેમ તેમ આ ધ્વસ્ત થતા ગયા. આજે માત્ર આ પ્રકારના ૨૨ જ મંદિરો છે.
આવા મંદિરો પાછળની માન્યતા એ છે કે પ્રાચીનકાળમાં સેક્સ શિક્ષાની દ્રષ્ટિથી આને બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવતું હતું કે આ પ્રકારની એરોટીક મૂર્તિઓ જોઇને લોકોમાં સંભોગની શિક્ષા મળતી હતી. પ્રાચીનકાળમાં મંદિર જ એક એવું સ્થળ હતું, જ્યાં લોકોની અવરજવર થતી હતી. આં માટે સંભોગની શિક્ષાઓ લોકોને આપવા મંદિરને પસંદ કરવામાં આવ્યું હતું.
એક વધુ માન્યતા એ પણ છે કે ગૌતમ બુદ્ધના ઉપદેશો થી પ્રેરિત થઈને સામાન્ય માણસોમાં કામકલા પ્રત્યે રૂચી ખતમ થઇ ગઈ હતી. તેથી તેમણે આ તરફ લોકોને આકર્ષિત કરવા માટે આ પ્રકારના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું.