દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એબી ડી વિલિયર્સ આ સમયે વિશ્વના નંબર 1 બેટ્સમેન છે. પોતાની ઘાતક બેટિંગને કારણે ડીવિલિયર્સની વિસ્ફોટક Style તેમના ફ્રેન્ડસ વચ્ચે ફેમસ છે. તેઓ ટેલેન્ટથી ભરપુર છે. જયારે એબી ક્રિકેટના મેદાનમાં રમવા આવે છે ત્યારે તેમને જોનાર દર્શકો હક્કા બક્કા થઇ જાય છે. ડીવિલિયર્સ ક્રિકેટમાં જ નહિ અન્ય રમતોમાં પણ champion છે. ક્રિકેટ સિવાય પણ તેઓ અન્ય રમતો રમે છે જેના વિષે કદાચ તમે નહી જાણતા હોઉં! વાંચો પૂરો લેખ…
1. 17 ફેબ્રુઆરી, 1984માં જન્મેલ ડીવિલિયર્સનું પૂરું નામ અબ્રાહમ બેન્જામિન ડિવિલિયર્સ ઉર્ફે અબ્બાસ છે.
2. એબી ડીવિલિયર્સ જુનિયર નેશનલ હોકી સ્કવોડ માટે shortlisted ખેલાડી છે.
3. ડીવિલિયર્સ નેશનલ ફૂટબોલ સ્કવોડ માટે shortlisted player છે.
4. એબી દક્ષિણ આફ્રિકાના જુનિયર રગ્બી ટીમના કેપ્ટન છે.
5. સાઉથ આફ્રિકા જુનિયર એથ્લેટિક્સમાં તેમણે 100 મીટરની સ્પીડે દોડીને રેકોર્ડ બનાવ્યો હતો.
6. ડિવિલિયર્સના નામેં સ્કુલમાં સ્વીમીંગ કોમ્પિટિશનમાં 6 રેકોર્ડ છે.
7. સાઉથ આફ્રિકા માટે ડેવિસ કપ જીતનાર જુનિયર ટેનીસ ટીમના સદસ્ય છે. ડિવિલિયર્સ બેડમીંટન અન્ડરમાં 19 નેશનલ ચેમ્પિયન્સ રહેલ છે.
8. તેઓ સારા ગોલ્ફ પ્લેયર પણ છે.
9. ભણવામાં પણ એબી હીરો છે. સ્કુલમાં એક સાયન્સ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ડિવિલિયર્સને રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ નેશનલ મેડલ આપીને સમ્માન કર્યા હતા.
10. એબી રોકસ્ટાર છે. તેઓ ફક્ત સોંગ્સ જ નથી ગાતા પણ ગીટાર, ડ્રમ અને પિયાનો વગાડવામાં એક્સપર્ટ છે. 2010 માં તેમણે લોન્ચ કરેલ આલ્બમ ના સોન્ગ્સ ખુબ હિટ થયા હતા.
11. એબી ડિવિલિયર્સ આઈપીએલ માં બે સેન્ચુરી લગાવી ચુક્યા છે. સર્વાધિક સેન્ચુરીનો રેકોર્ડ ક્રીસ ગેલ (5) ના નામે છે.
12. એબીએ 174 ઇનિંગ્સ માં 8000 રન બનાવ્યા હતા. આ વન-ડે નો ફાસ્ટેસ્ટ રેકોર્ડ છે.