એપ્પલે સર્જ્યો રેકોર્ડ, ભારતમાં વેચ્યા 10 લાખ iPhone

– ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોનના વેંચાણમાં વધારો

– યુવાનો સારા ફીચર ધરાવતા ફોન માટે ઉંચી કિંમત ચૂકવવાની પરવાહ કરતા નથી
એપ્પલે સર્જ્યો રેકોર્ડ, ભારતમાં વેચ્યા 10 લાખ iPhone

પોતાની જાતને ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોન પ્રત્યે વધતા મોહના કારણે પ્રમુખ સ્માર્ટફોન ઉત્પાદક અમેરિકી કંપની અપ્પલે એક વર્ષની અંદર દેશમાં 10 લાખ આઇફોન વેચવાનો રેકોર્ડ બનાવી લીધો છે.

ઉંચી કિંમત પણ અવરોધ નહી બનનારા ભારતીય બજારમાં મોંધા આઇફોન બનાવતી કંપની માટે ચાંદી સમાન છે. અમેરિકાની કંપની એપ્પલના વેચાણનો આંક પહેલીવાર 10 લાખના આંકડાને પાર કર્યો છે. જાણકારોનું માનવું છે કે દેશના લોકો અને ખાસ કરીને યુવાનોમાં સ્માર્ટફોનનો ક્રેઝ ત્યાં સુધી પહોંચી ગયો છે કે સારા ફીચર ધરાવતા ફોન માટે ઉંચા ભાવ વિશે પડી નથી. તેમના આ ક્રેઝના પરિણામ સ્વરૂપ ઓક્ટોબર 2013થી સપ્ટેમ્બર 2014 સુધીમાં એપ્પલે ભારતીય બજારમાં આઇફોના વેચાણે 10 લાખના આંકડાને પાર કરીને ઊંચા નફો કરતી શ્રેણીના 50 ટકા પર તેનો દબદબો કાયમ થઇ ગયો છે.

સંશોધન કરતી કંપનીના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય ગ્રાહક ખરીદી કરતી વખતે કિંમતને લઇને ઘણા સાવચેત રહે છે પણ તાજેતરમાં તેમના વલણને લઇને આ વિષયમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે અને તેઓ સ્માર્ટફોનના કિસ્સામાં કોઇ પણ જાતની સમજૂતી કરવા તૈયાર નથી અને તેઓ મોંઘા ફોન ખરીદવા તૈયાર છે.

રિપોર્ટ અનુસાર આ દરમિયાન મોંઘા ફોનના વેચાણનું કારણ છે કે ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતી કોરિયાની કંપની સેમસંગની સ્માર્ટફોન બજારમાં હિસ્સો 25.1 ટકા પહોંચી ગઇ છે. ત્યાર બાદ 20.4 ટકાના હિસ્સા સાથે માઇક્રોમેક્સ બીજા ક્રમાંકે પહોંચી ગયું છે, કાર્બન 9.3 ટકા સાથે ત્રીજા સ્થાને, મોટોરોલા 4.7 ટકા સાથે ચોથા સ્થાને અને સોની 4.5 ટકા સાથે પાંચમાં નંબર પર છે. અન્ય કંપનીઓની સંયુક્ત બજાર હિસ્સા સાથએ 35.7 ટકા રહીં છે.

Comments

comments


4,444 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 2