એન્ડ્રોઇડ યુઝર્સને મોટેભાગે સોફ્ટવેરની સમસ્યા આવે છે. કેટલીક વખત તો ઇન્ટરનેટ કનેક્ટ નથી કરી શકતા તો કેટલીક વખત એપ્સ ડાઉનલોડ નથી કરી શકતા.જાણવાજેવું.કોમ તમને બતાવા જઇ રહ્યુ છે એન્ડ્રઇડ યુઝર્સની 9 કોમન પ્રોબ્લમ્સ અને તેનુ સમાધાન
એપ્સ ડાઉનલોડ પ્રોબ્લેમ
- એન્ડ્રોઇડ યુઝર્સને મોટે ભાગે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે યુઝરના ફોનમાં એપ્સ ડાઉનલોડ નથી થતી તેના પાછળ બે કારણો હોઇ શકે છે. પહેલુ કે ફોનની ઇન્ટરનલ મેમરી ઓછી હોઇ શકે છે અને બીજુ તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરની મેમરી ખુબ વધારે થઇ ગઇ છે.
- જો પહેલુ કારણ છે તો ફોનમાં મેમરી ઓછી હોય તો ઇન્ટરનલ મેમરીથી એપ્સને ડેટા કાર્ડમાં ટ્રાન્સફર કરી દો. જો એપ્સ ટ્રાન્સફર નથી થઇ રહી તો હેવી એપ્સ જેની સાઇઝ વધારે છે તેની કેશ મેમરી ક્લિયર કરી દો.
તેના માટે
Settings> Apps> All> App Cache Clear માં જાઓ.
- જો બીજા નંબરનુ કારણ છે તો ગૂગલ પ્લે સ્ટોરની સમસ્યા હોઇ શકે છે. તેનો ઉપાય પ્લે સ્ટોરની કેશ મેમરી અને હિસ્ટ્રી ડિલિટ કરવી પડશે.
- Settings> Apps> All> Google Play>Cache Clear માં જાઓ.
- સાથે સાથ ગૂગલ પ્લેના સેટિંગ્સમાં જઇને હિસ્ટ્રી ડિલિટ કરી દો અને ફોનને રિસ્ટાર્ટ કરો.
ફોન ઓન ન થાય તો
- એન્ડ્રોઇડ ક્રેશ થાય અથવા તો ફોન સ્ટાર્ટન થવાની તમસ્યા વારંવાર એન્ડ્રોઇડ યુઝર્સને આવતી રહે છે તે સમયે યુઝર્સે ફોનને રિબુટ કરવો અથવા તો ફરિથી સર્વિસ કરવો પડે છે. જો ફોનમાં કોઇ ખાસ ડેટા નિકાળવા માટે ઓન કરવો પડે ચો ચેના માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરી શકાય છે.
- ફોનને ક્રેશ થવાથી બચાવવા માટે પહેલા બેટરી નીકાળી દો. થોડા સમય બાદ બેટરી રિઇન્સર્ટ કરી સ્ટાર્ટ કરો.
- જો ફોનની બેટરી નથી નીકળી રહી તો પાવર બટનને 15 સેકન્ડ સુધી પ્રેસ કરી રાખો.
- જો આટલુ કર્યા બાદ પણ ફોન બંધ નથી થઇ રહ્યો તો અને એન્ડ્રોઇડ ક્રેશ થઇ રહી છે તો ફોનને ચાર્જિંગમાં લગાઓ ત્યાર બાદ પાવર બટનને 15 સેકન્ડ સુધી દબાવી રાખો.
- તેમ છતા પણ એન્ડ્રોઇડ ક્રેશ થઇ રહી છે તો તમારા સ્માર્ટફોનને સર્વિસ સેન્ટર પર લઇ જાઓ.
ડિવાઇસમાં મેમરી કાર્ડ કનેક્ટન થવુ
- એન્ડ્રોઇડ યુઝર્સને ડિવાઇસમાં મેમરી કાર્ડ કનેક્ટ કરવાની સમસ્યા વારંવાર આવે છે. યુઝર્સ મેમરી કાર્ડને ફોનમાં નાખી તો દે છે પરંતુ ઓપરેટિંગ સિસ્ટમ તેને રિડ નથી કરી સકતી.
- જો તમને પણ આવી સમસ્યા આવી રહી છે તે મેમરી કાર્ડને ફોર્મેટ કરો. મેમરી કાર્ડ ફોર્મેટ કરવા માટે
- Settings>Storage>Format SD card>Ok.
- ફોર્મેટ કર્યા બાદ સામાન્ય રીતે પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જાય છે. જો આટલુ કર્યા બાદ પણ કનેક્ટ ન થાય તો મેમરી કાર્ડને એક વખત કોમ્પ્યુટર કે લેપટોપ સાથે કનેક્ટ કરો.
ગૂગલ પ્લેનુ ધીમુ ચાલવુ
- કેટલીક વખત એન્ડ્રોઇડ યુઝર્સને આવી સમસ્યા આવે છે. ગૂગલ પ્લે સ્ટોર ધીમાં કામ કરી રહ્યા છે. એવુ એટલા માટે થાય છે કારણ કે ગૂગલ પ્લેમાં કેશ મેમરી વધારે થઇ જાય છે. તેવા સમયે કેશ મેમરી ક્લિયર કરવી જરૂરી છે.
કેવી રીતે કરશો.
- Setting>Apps>All>Google Play Services>Clear Cache
- એક વખત કેશ મેમરી ક્લિયર કર્યા બાદ તમારા ફોનને રિસ્ટાર્ટ કરો.
ક્યા હોય છે કેશ મેમરી
આ ડિવાઇસ મેમરીમાં એક એવી જગ્યા હોય છે જ્યા હાલમાંજ એક્સેસ કરેલા ડેટા સરળતાથી રિટ્રિવ થઇ શકે છે. યુઝર્સ પોતાના ડિવાઇસ પર જે કામ કરે છે તે કોપી કેશ મેમરીમાં સેવ થાય છે. મેન મેમરીની જગ્યા કેશ મેમરી માંથી પ્રોસેસર ડેટા લઇ લે છે.
બ્લ્યૂટૂથની સમસ્યા
વારંવાર આ બ્લ્યૂટૂથની સમસ્યા આવતી હોય છે. કાંતો બ્લ્યૂટૂથ કનેક્ટ ન થાય અથવા તો બીજા ડિવાઇસને સર્ચ નથી કરી શકતુ. તેના માટે એક જ ઉપાય છે કે તમારા ફોનને સ્વિચ ઓફ કરીને ઓન કરો જેનાથી કનેક્ટિવીટ ફિચર્સ ઠીક રીતે કામ કરશે. જો તેનાથી પણ કામ ના બને તો બ્લ્યૂટૂથની કેશ મેમરી ક્લિયર કરો
કેશ મેમરી ક્લિયર કરવા માટે
Settings > Apps > All Apps > Select Bluetooth Share > Clear Cache/ Clear Data
એક વખત ડેટા ક્લિયર કર્યા બાદ ડિવાઇસ વ્યવસ્થિક કામ કરવા લાગશે. જો એવુ ના થાય તો તમારા ડિવાઇસ સેટિંગ્સ ચેક કરો. કેટલીક વખત ડિવાઇસ વિઝિબલ નથી હોતુ. આ ઉપરાંત ડિવાઇસનુ નામ પેયર્ડ ડિવાઇસ સેટિંગ્સ પણ ચેક કરો.
ડેટા કનેક્શનન મળવુ
આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે એક સામાન્ય સમસ્યા છે. જેમાં યુઝર્સને ડેટા કનેક્શન ડ્યુઅલ સિમ સેટિંગ્સ બદલાઇ જવાના કારણે અથવા અન્ય કોઇ કારણો સર બંધ થઇ જાય છે. ડ્યુઅલ સિમ અથવા તો મોબાઇલ ઇન્ટરનેટ સેટિંગ્સ ટિક કરવા માટે યુઝ કરવામાં આવતી ટીપ્સ
તમારા સ્માર્ટફોનમાં
Settings> More
પર જાઓ ત્યાર સેલ્યુલર નેટવર્ક્સ અથવા મોબાઇલ નેટવર્ક્સ (Cellular Network Or Mobile Network) નામનો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરો. અહિયા ડેટા કનેક્શન (Data Connection), 3G સર્વિસ પ્રિફર્ડ નેટવર્ક, APN એડ્રેસ ઓપ્શન હશે ત્યા તે ઓપ્શન સિલેક્ટ કરો. માની લોકે તમારા ફોનમાં બે સિમ છે અને તેમાંથી એક સિમ રિલાયંસનુ છે જેમાં નેટ લાચી રહ્યુ છે તે તેના પર ક્લિક કરો. ત્યા તમને ઘણા બધા ઓપ્શન મળશે જેમાંથી તમારે Reliance Netconnect ઓપ્શન સિલેક્ટ કરવાનુ રહેશે. જો તમારી પાસે ડોકોમોનુ સિમ છે તો TATA DOCOMO INTERNET ઓપ્શન સિલેક્ટ કરો. તમારી પાસે જે પણ નેટવર્કનુ સિમ હોય તે નેટવર્કનુ એપીએન ઇન્ટરનેટથી સર્ચ કરવા માટે આપો. નેટ કામ કરવા લાગશે. જરૂરીયા પડવા પર એક વખત ફોને રિસ્ટાર્ટ કરો.
એપ્સની સમસ્યાઃ
કેટલીય વખત ખોટી એપ ડાઉનલોડ કરવાના કારણે પ્રોસેસર વધારે લોડ લે છે. મેમરી ફિચર્સના હિસાબે જો એપના હોય તો યુઝર્સને પાછળથી ખુબ સમસ્યા આવે છે.
શુ કરશો જેનાથી આવુ ના થાય
કોઇ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા એપની પરમિશન અને રિક્વાયર મેન્ટ ધ્યાનથી વાંચી લો. એપ ફોનના કેટલા રિસોર્સિસનો ઉપયોગ કરશે. એપ જો મેમરી કાર્ડની સાથે સાથે ઇન્ટરનલ મેમરીને પણ ઉપયોગ કરી રહી છે તો તે એપ તમારા ફોન માટે થોડી ભારે સાબિત થઇ શકે છે.
સ્માર્ટફોન ચાર્જિંગ
કેટલીક વખત ફોન એક વખતમાં ચાર્જ નથી થતો. ચાર્જરનો પોર્ટ લુઝ હોવાથી ફોનના ચાર્જિંગ પોર્ટમાં પણ સમસ્યા આવી શકે છે. ચાર્જિંગ પોર્ટમાં ધુળ જામવાના કારણે ફોનનુ ચાર્જિંગ નથી થતુ.
ટુથપિકનો ઉપયોગ કરો.
કેટલીક વખત જેકમાં અથવા તો યૂએસબી પોર્ટમાં ડસ્ટ જામી જવાના કારણે ઠીકથી કામ નથી કરતુ તેવામાં હેડફોન જેક અથવા તો યૂએસબી પોર્ટને ટુથપિકથી સાફ કરો. ટુથપિકની આગળની સાઇડમાં થોડુ રૂ લગાવો અને જામેલી ધુળને સાફ કરો. તેના માટે તમે એમોનિયા, નેલ પોલિશ રિમુવર, અથવ તો આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ યૂએસબી પોર્ટમાં ધ્યાન રાખીને કરવો કાણકે લિક્વિડ અંદર જવાની સંભાવના વધારે રહે છે.
જો ઠીકના થાય તો
જો પાર્ટ સાફ કર્યા બાદ પણ ઠીક વા થાય તો ચાર્જર બદલી નાખો. કેટલીક વખત ફક્ત ચાર્જરનુ ડેટા કાર્ડ ઠીકન હોવાના કારણે પણ આવી સમસ્યા આવે છે. તેને સરળતાથી બદલી શકાય છે.
ડિસ્ચાર્જ થવુ
ફોન જો જલ્દીથી ડિસ્ચાર્જ થઇ રહ્યો છે તો તેના માટે ફોનના બેકગ્રાઉન્ડ એપ્સ અને કનેક્ટિવિટી ફિચર્સ જવાબદાર હોઇ શકે છે.
શુ કરશો.
સ્ક્રિન સેવર અથવા તો કનેક્ટિવિટી ફિચર્સ જેવા બ્લુટુથ, વાઇ-ફાઇ, 3જી અને એનએફસી જરૂરીયાત નહોય તો બંધ રાખો. જો આ ફિચર્સ ઓન હશે તો બેટરી વધારે વપરાશે.
ચાર્જિંગ દરમિયાન
ફોન જલ્દી ચાર્જ કરવા માટે ચાર્જિંગ દરમિયાન નેટ કનેક્શન બંધ રાખો. 3જી અથવા વાઇ-ફાઇ અગર નેટ ઓન હોય તો ફોન ચાર્જ થતા વાર લાહશે. જો ઓછા સમયમાં ચાર્જ કરવા માંગતા હોય તો ફોન સ્વિચ ઓફ કરીને ચાર્જ કરો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર