એક હજાર લખોટીઓ

Amazing gujarato stories in janvajevu.comAmazing gujarato stories in janvajevu.comAmazing gujarato stories in janvajevu.com

એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમેને પોતાનો રેડિયો ઓન કર્યો. આમતો દરરોજ એ એટલે બધો બીઝી (વ્યસ્ત ) રહેતો કે રેડિયો, ટી.વી કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવન માં સ્થાન જ નહોતું. રાતદિવસ એ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમજ પત્ની એ પણ ભુલો ગયા હતા કે છેલ્લે એ લોકોએ જોડે ભોજન ક્યારે લીધું હતું. પછી ફરવા જવાનો કે પીકનીક નો સવાલ જ ક્યાંથી આવે ?

એ શનિવારે સવારે એણે આમ જ રેડિયો શરુ કર્યો હતો. ઘર ના બાકીના સભ્યો હજુ સુતા હતા. જોકે રેડિયો સાવ અમસ્તો તો નહોતો શરુ કર્યો ! હકીકતમાં એ વખતે એણે બહાર ગામના કોઈ બિઝનેસમેન જોડે મીટીંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફલાઈટ કેન્સલ થઇ. એટલે હવે સવારના એ એક કલાકમાં શું કરવું એવી અવઠવ માં જ એણે રેડિયો ઓન કરેલો.

એણે રેડિયો ઓન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્દ માણસ એક હાજર લખોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને તેની વાતમાં એવું કઈ હતું કે બિઝનેસમેનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઇ આવી. એ વૃદ્દ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, ‘ટોમ ! તું જ્યા હોઈ ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોઈ તો હવે પછી હું જે કંઈક કહું છુ એના પર બરાબર ધ્યાન આપજે. હું જાણું છું કે તું ખુબજ બીઝી (વ્યસ્ત ) રહે છે અને અઠલક પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તે એ ક્યારેય વિચાર્યું છે કે એને કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દુર રહેવું પડે છે ? ધણોખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો છો. તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો. તને યાદ જ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરી ના નૃત્યના કાર્યક્રમમાં તું હાજરી નહોતો આપી શક્યો, ખરું ને ?’ એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો.

પેલા બિઝનેસમેનને પણ હવે એની વાતમાં બરાબર રસ પડ્યો હતો. થોડુક વોલ્યુમ વધારી એ ધ્યાનથી સંભાળવા લાગ્યો.

રેડીઓ પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું, ટોમ ! મારા ભાઈ ! હું તને એક એવી વાત કહેવા માંગું છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી. વાત એમ છે કે એક દિવસ મેં થોડુક ગણિત માંડી જોયું. પુરુષની સરેરાસ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે. જોકે કેટલાક આનાથી વધારે તો વળી  કેટલાક ઓછું પણ જીવતા હોય છે, પરંતુ સરેરાસ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે. હવે એ  પંચોતેરને  52 વડે ગુણી નાખ્યા, કારણ કે એક વરસમાં 52 શનિવાર હોય છે. ગુણાકાર  આવ્યો 3900 એટલે કે આટલા શનિવાર સરેરાસ પંચોતેર (75) વરસ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે. જયારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર 55 વરસ ઉપર. એનો અર્થ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવારતો પસાર કરી ગયો હતો ! હવે જો હું  75 વરસ સુધીજ  જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 (એક હજાર) શનિવાર બચ્યા હતા ! એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યા હતા ! મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસી બચ્યા હતા. હું વિચારમાં પડી ગયો. ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ, બેચાર સ્ટોરમાં રખડીને હું 1000 (એક હજાર) લખોટીઓ લઇ આવ્યો. એ લખોટીઓને મારા ટેબલ પર એક કાચની બરણીમાં ગોઠવી દીધી. દર  શનિવારે હું એમાંથી એક  લખોટી કાઠીને ફેકી દઉં છુ. જેમ જેમ હું એ બરણીને  ખાલી થતી જોઉં છુ તેમ તેમ મને મારા મિત્રો, સગાવહાલા અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે. અગત્યના અને કરવા જેવા કામોની મેં યાદી પણ બનાવી દીધી છે. અને હા, તમારી જિંદગીના ઘટતા જતા દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ  સમજવી દે છે !’

રેડીઓ પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ફરીથી એ વૃદ્દનો જવાબ આવ્યો, ‘હા તો ટોમ ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટો કાઠી ! મારા દોસ્ત મને 75 વરસ પુરા થયા. અત્યારે હું મારી વહાલી પત્ની તેમજ બાળકોને શહેરના મોટા ને આધુનિક રેસ્ટોરામાં નાસ્તો કરવા લઇ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલી ભેટ હશે. હું ખરેખર ખુબજ આનંદથી જીવું છું. હું ઇચ્છુ કે તું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે. એના લીધે પંચોતેરમાં વર્ષે શું ગુમાવ્યું એની અફસોસ જ ના રહે ! તું એવું કરી શકે તેના માટે તને મારી શુભેચ્છાઓ ! હું હવે રજા લઉં છું દોસ્ત ! બાય !’

રેડીઓ પર વાર્તાલાપ પૂરો થયો.એની અસર એવી હતી કે પેલો બીઝનેસમેન ઊંડા વિચારમાં પડી ગયો. થોડી વાર પછી એ ઉભો થયો. બેચાર ફોન કરી કંઈક વાત કરી પછી ઉપરના મળે જઈ પોતાની પત્ની તેમજ બાળકોને ઉઠાડ્યા. બધાને નવી લાગી. કોઈ પણ વાર હોઈ, સવારના પાંચ વાગ્યામા જ બિઝનેસની પળોમાં પડી જતા એ માણસને આજે હળવા મુડમાં જોઈ બધાને ખુબજ આશ્ચર્ય થયું હતું. છતાં કઈપણ બોલ્યા વગર બધા તૈયાર થવા લાગ્યા.

ઘરના બધા જ સભ્યો તૈયાર થઇને નીચે બેઠક ખંડમાં આવ્યા એટલે બીઝનેસમેને એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી હોટેલમાં નાસ્તો કરવા જવાનું છે અને એ પછી બાજુના દરિયાકિનારે પીકનીક પર ! ઘરની દરેક વ્યક્તિ આનંદના આધાતમાં સારી ગઈ, પણ કોઈએ કઈ જ દલીલ કરી નહિ. એમની જિંદગીને પ્રથમ વખત આવેલી એ પળોને દલીલોથી દુષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી.

બધા હોશે હોશે ગાડીમાં ગોઠવાયા. દરેકનો ચહેરો હસતો હતો. મનમાં કંઈક જુદાજ પ્રકારની ખુશી હતી. બજારમાંથી પસાર થતી વેળાએ એ સ્ટોર પાસે એ બિઝનેસમેને ગાડી ઉભી રાખી. બધા ચુપ થઇ ગયા. એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછીજ લીધું કે, ‘કેમ તમારે વિચાર બદલાય ગયો કે શું ? અહિયાં કેમ ઉભા રહી ગયા ?’

બિઝનેસમેન થોડીવાર વહાલથી એની સામે જોઈ રહ્યો. પછી હસીને બોલ્યો, નહિ વહાલી ! વિચાર નથી બદલાયો ! આ તો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે !!’

જીંદગી ના તરાજુ માં બધીજ વસ્તુઓ ને એકસમાન રાખીને તોલો જેથી ક્યારે પણ જીંદગી નું પલડું કોઇ બાજુ એ નમે નહિ!!

જેટલું બને એટલું વધારે શેર કરો જેથી તમારા વહાલાઓ ને જીંદગી નું મહત્વ ખબર પડે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,357 views

Leave a Reply

Your email address will not be published.


8 − 6 =