એક બહેન તો હોવી જ જોઈએ…..

2386616589_b473563273_b

એક બહેન તો હોવી જ જોઈએ…..

*  જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો

*  જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો

*  જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો

*  કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો

*  મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો

*  જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે

*  જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને” લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય

*  જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ ક્યારથી કરવા તે નક્કી કરતી હોય

*  જે તમારી કરેલી ભૂલોને લીધે બીજા ની થપ્પડ પણ ખાઈ લેતી હોય

*  જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય

*  જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય

*  આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય

*  બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય

*  આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.

*  જો એક બહેન હોય….

*  તો જ સંવેદનાની અનુભૂતિ આવે

*  તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે

*  તો જ ઘરમા તમને સતત ખુંચી રહેતા ખાલીપણા નો ખ્યાલ આવે..

*  બહેન એ કયારેક દિકરી સમાન હોય છે તો કયારેક માં સમાન …..

એક બહેન તો હોવી જ જોઇએ.

Comments

comments


11,996 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 28