એક પુત્ર પોતાના પિતા વિષે લાઈફના અલગ સ્ટેજમાં આવું વિચારે છે!

father-and-son

*  ૪ વર્ષે : મારા પપ્પા મહાન છે.

*  ૬ વર્ષે : મારા પપ્પા બધું જ જાણે છે. તેઓ બધા કરતા હોશિયાર છે.

*  ૧૦ વર્ષે : મારા પપ્પા સારા છે પણ ગુસ્સાવાળા છે.

*  ૧૨ વર્ષે : હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા.

*  ૧૬ વર્ષે : મારા પપ્પા વર્તમાન સમય સાથે ચાલતા નથી. ખરું પૂછો તો તેમને કશું જ્ઞાન જ નથી.

*  ૧૮ વર્ષે : મારા પપ્પા દિવસેને દિવસે ચીડિયા અને અવ્યવહારુ થતા જાય છે.

*  ૨૦ વર્ષે : ઓહ ! હવે તો પપ્પા સાથે રહેવું અસહ્ય જ થઇ જાય છે. ખબર નહિ, મમ્મી તેની સાથે કેવી રીતે રહી શકે છે.

*  ૨૫ વર્ષે : મારા પપ્પા દરેક બાબત માં વિરોધ કરે છે. કોણ જાણે ક્યારે તે દુનિયાને સમજી શકશે.

*  ૩૦ વર્ષે : મારા નાના દીકરાને સંભાળવાનું મુશ્કેલ બનતું જાય છે. નાનપણમાં હું મારા પપ્પાથી કેટલો બીતો ?

*  ૪૦ વર્ષે : મારા પપ્પા એ મને કેટલી શિસ્તથી ઉછેર્યો ? આજકાલના છોકરાઓ માં શિસ્ત જ નથી.

*  ૫૦ વર્ષે : મને આશ્ચર્ય થાય છે, મારા પપ્પા એ કેટલી મુશ્કેલી વેઠીને અમને ચાર ભાઈ-બહેનો ને મોટા કર્યા હતા. એક સંતાનને મોટું કરવામાં મારો તો દમ નીકળી જાય છે.

*  ૫૫ વર્ષે : મારા પપ્પા કેટલા દીર્ધદ્રષ્ટિવાળા હતા. તેમણે અમારા સૌ ભાઈ બહેનો માટે કેટલું વ્યવસ્થિત આયોજન કર્યું હતું ! આજે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ સંયમપૂર્વક જીવી શકે છે.

*  ૬૦ વર્ષે : મારા પપ્પા ખુબ જ મહાન હતા. તેઓ જીવ્યા ત્યાં સુધી એમણે અમારા સૌનો ખ્યાલ રાખ્યો.

 

“પિતાને સાચી રીતે ઓળખતા ૬૦ વર્ષ લાગી ગયા !”

મિત્રો, તમારા પિતાને સમજવામાં તમે આટલા બધા વર્ષ ન લગાડશો.

સમયસર ચેતી જજો અને પિતાની મહાનતા ને વેળાસર સમજી લેજો.

Comments

comments


7,322 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 3 =