મોટાભાગના લોકોને જાડાપણાની સમસ્યા સતાવતી હોય છે. આ જાડાપણાંને ઓછુ કરવા માટે ઘણાં લોકો પોતાની દિનચર્યાને બંદિશોમાં બાંધી દે છે. જાડાપણાને ઉતારવા માટે તેઓ માત્ર પોતાના આહાર પર ધ્યાન આપે છે પણ જાડાપણાને ઉતારવા માટે પોતાના આહારમાં આપણે દરેક વસ્તુઓનું ધ્યાન તો આપીએ છીએ પણ આહારના સેવનની સાચી રીત શું છે તે વાતને નકારીએ છીએ.
કહેવામાં આવે છે કે જમવાનું હંમેશા ધીરે- ધીરે ચાવીને ખાવું જોઇએ. ખાવાના કોળિયાને ઓછામાં ઓછા 32 વાર ચાવવો જોઇએ. જોકે આપણામાંથી બહુ ઓછા લોકો આ વાતને ખાવાની આવી વાતોને અનુસરતા હોય છે અને જમવાના દરેક કોળિયાને ચાવીને ઉતારતા હોય છે. વિશેષ રીતે મહિલાઓને એવી ટેવ હોય છે કે કામમાં વ્યસ્ત રહેવાને કારણે કે ઉતાવળને કારણે તે પોતાની ખાન- પાનની શૈલીને લઇને બેદરકાર રહે છે.
આમ , જો કે આવી ટેવો પુરૂષોમાં પણ હોય જ છે પરંતુ બહુ ઓછા લોકો આ જાણતાં હશે કે ખાવામા ઉતાવળ કરવાથી માત્ર કબજિયાત કે એસીડીટી અને અપચાની ફરિયાદ જ રહેતી નથી પણ આહારની આ ખોટી શૈલી તમને ઓવરવેઇટ પણ બનાવી શકે છે.
સાંભળવામાં થોડું અજીબ તો ચોકક્સ લાગશે પણ જો તમે જમવાના કોળિયાને જલ્દીમાં જ ઉતારી લેતા હોય તો અથવા ખાવાનું જોઇ પેટનું વિચાર કર્યા વગર તુટી પડતા હોય તો પછી ભલે ને તમે ગમે તેટલું ડાયેટિંગ કરતા હશો છતાં પણ દુબળા થઇ શકશો નહીં. વોશિંગ્ટનમાં કરવામાં આવતા એક શોધ અનુસાર જે હેલ્થ એજ્યુકેશન અને બિહેવીયર જર્નલમાં પ્રકાશિત થયો છે કે જે પ્રમાણે જો વધારે ઉતાવળથી ખાવાથી કે ભોજન પ્રત્યે વધારે સતર્કતા રાખવાથી વધારે તેજીથી વજન વધવા લાગે છે.
ભોજન કરવાની યોગ્ય રીત
- જમતાં જમતાં શાંત ચિત્તે બેસવું જોઇએ. ક્રોધ, ઉશ્કેરાટ કે દ્વેષભાવ સાથે ખાધેલું ભોજન બરાબર પચતું નથી.
- હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં રહે એ રીતે બેસીને જ જમવું જોઇએ, જેથી મેગ્નેટિક ઇફેક્ટ મુજબ ભોજન વિકાર બનવાને બદલે ઉપકાર બને. પશ્ચિમ દિશામાં મોં રાખવાથી પાચન અને કબજિયાતને લગતી તકલીફો થાય છે. દક્ષિણ તરફ બેસીને જમવાથી
- ભોજનનો સંતોષ કદી મળતો નથી.
- જમતાં જમતાં અપશબ્દો કે ગાળો ન બોલવી જોઇએ. કોઇની નિંદા પણ ન કરવી જોઇએ.
- ટીવી જોતાં જોતાં કે કોઇ રમત રમતાં રમતાં જમવું ન જોઇએ. તેને લીધે તમારું ધ્યાન ભોજનને બદલે બીજી બાબતોમાં હોવાને લીધે ભોજન ગુણકારી રહેતું નથી. છેવટે શારીરિક નુકસાન થાય છે.
- ઘણા લોકો જમતી વખતે બોલતા નથી. તેને કારણે કોઇની ખોટી નિંદા કે બીજી બાબતોમાં ધ્યાન જવાને બદલે ભોજનમાં રહે છે અને માણસ સ્વસ્થતાથી ભોજન કરી શકે છે, જે ગુણકારી બની રહે છે.
- જમતી વખતે બને તો પગની પાનીને ભીની રાખવી. આવું કરવાથી કહે છેકે આયુષ્ય વધે છે. ઘણા લોકો પગના આખા પંજાને ભીના રાખે છે.
- જમતી વખતે ભોજન ગમે તેટલું બેસ્વાદ કે ન ભાવતું હોય પણ તેને માટે ગમે તેમ ન બોલવું જોઇએ. કોઇ સ્વાદની વધ-ઘટ હોય તો
- ખોટી બૂમાબૂમ કરવાને બદલે ચલાવી લેવું જોઇએ. દુનિયામાં અનેક લોકો એવા હોય છે, જે બે ટંક ઓછું -વત્તું પણ ખાવાનું મેળવી શકતાં નથી. આપણને એ ઉપલબ્ધ હોય એટલે તેની કિંમત હોતી નથી.