આલિયા ભટ્ટે
હાલમાં જ જૉબોંગની સાથે મળીને પોતાની એક નવી ફેશન લાઇન શરૂ કરી છે.
બોલિવૂડ કલાકારો પોતાના કામને કારણે દર્શકોનું મન તો મોહી જ ચૂક્યા છે પણ સાથે તેઓએ પોતાના અલગ બિઝનેસની પણ શરૂઆત કરી દીધી છે. બોલિવૂડમાં અનેક કલાકારો છે જે પોતાનો અલગ જ બિઝનેસ ચલાવી રહ્યા છે. તેનું હાલનું દ્રષ્ટાંત આલિયા ભટ્ટને ગણવામાં આવી રહ્યું છે, આલિયા ભટ્ટે હાલમાં જ જૉબોંગની સાથે મળીને પોતાની એક નવી ફેશન લાઇન શરૂ કરી છે. આ રીતે પોતાનો બિઝનેસ શરૂ કરનાર આલિયા ભટ્ટ બોલિવૂડની પહેલી વ્યક્તિ નથી. તેમની ફેશન લાઇન 20-30 વર્ષની મહિલાઓને માટે છે. આલિયા ભટ્ટ સિવાય આ અન્ય સ્ટાર્સ પણ પોતાના નામથી અથવા તો કોઇની સાથે મળીને પોતાની ફેશન લાઇન ચલાવી રહ્યા છે. આજે અહીં આવા જ કેટલાક સ્ટાર્સ અને તેમની ફેશન લાઇનની વાત કરવામાં આવી રહી છે.
સોનમ કપૂર
સોનમ કપૂર પોતાની સ્ટાઇલને માટે જાણીતી છે, સોનમ જલ્દી પોતાની ડિઝાઇનર બહેન રિયા કપૂરની સાથે મળીને રિયાસન નામથી એક ફેશન લાઇન ચલાવવાનું વિચારી રહી છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ મહિલાઓને માટે બજારમાં ડિઝાઇનર કપડાં લાવી ચૂકી છે. દીપિકાએ ‘વેન હુસૈન’ અને ‘મિલાંગ’ જેવી બ્રાન્ડ સાથે મળીને ફેશન લાઇન શરૂ કરી છે.
લીઝા હેડેન
‘ક્વીન’ મૂવીની લીઝા હેડેન શેર સિંહ બ્રાન્ડની સાથે ‘લીઝા લવ્ઝ શેર ખાન’ નામથી ફેશન લાઇન ચલાવી રહી છે.
કરીના કપૂર
કરીના પણ કંઇ પાછળ નથી. હાલમાં તે પણ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડની સાથે મળીને ‘બેબો’ નામથી ફેશન લાઇન ચલાવવાનું વિચારી રહી છે.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ પણ ‘એસએસકે’ના નામે સાડીનું કલેક્શન લોન્ચ કર્યું છે.
બિપાશા બસુ
‘ટ્રંક લેબલ’ નામથી બિપાશા બસુએ ફેશન લાઇન લોન્ચ કરી હતી.
મલાઇકા અરોરા ખાન
‘દ ક્લોસેટ લેબલ’ મલાઇકા અરોરા ખાનની ફેશન લાઇન છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર