ઇન્ડિયન પ્રીમિયર લીગને ભલે ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, પણ પોલાર્ડ જેવા ઘણા ખેલાડીઓને આ લીગે એક અલગ ઓળખાણ આપી છે. આઈપીએલ શરૂ થયા પહેલા પોલાર્ડની ઓળખાણ ફક્ત કેરેબિયન મીડિયા સુધી સિમિત હતી.
કિરોન પોલાર્ડ પત્નિ અને બાળકો સાથે
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડની આર્થિક પરિસ્થિતિ સાવ કંગાળ છે તે તો જગજાહેર છે. પોલાર્ડ પાસે સારુ બેટ ખરીદવાના પણ પૈસા ન હતા, પણ પોતાની અથાગ મહેનતના જોરે તેણે પોતાની અલગ ઓળખાણ બનાવી છે.
એકલી માતાનો દિકરો છે પોલાર્ડ
કિરોન પોલાર્ડ એવા બાળકોમાં સામેલ છે જેમને પોતાના પિતાનું નામ પણ ખબર નથી. પોલાર્ડની માતા એકલા હાથે તેને અને તેની બે બહેનોને પાળીને મોટી કરી છે. પોલાર્ડના પરિવાર પાસે એકસમયે બે ટંક ભોજનની વ્યવસ્થા કરવી પણ ઘણી મુશ્કેલ હતી. જોકે તેની માતાએ હિંમત હાર્યા વગર પોલાર્ડ અને તેની બે બહેનોને મોટા કર્યા હતા. ક્યારેક એક રોટલી માટે સંઘર્ષ કરતો પોલાર્ડ હવે ફર્સ્ટ ક્લાસ હવાઈ સફર કરે છે, મોંઘી ગાડીઓમાં ફરે છે અને પોતાના પરિવારને સુખી જીવન અપાવ્યું છે.
કિરોન પોલાર્ડ જયપુર એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે
લગ્ન પહેલા બન્યો પિતા
પોલાર્ડની લવ લાઇફ પણ ચર્ચાનો વિષય રહી છે. માત્ર 23 વર્ષની ઉમરમાં તે લગ્ન વગર પિતા બન્યો હતો. તેની ગર્લફ્રેન્ડ જેના અલીએ 2010માં પુત્ર કીડનને જન્મ આપ્યો હતો.
પાંચ વર્ષના અફેર બાદ કર્યા લગ્ન
પાંચ વર્ષના લાંબા અફેર બાદ જેના અને પોલાર્ડ ઓગસ્ટ 2012માં લગ્નના બંધનમાં બંધાયો હતો. બન્નેએ પોર્ટ ઓફ સ્પેનના હોલી ટ્રિનિટી કેથેડ્રલમાં 25 ઓગસ્ટ 2012એ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે તેનો પુત્ર કીડન તેમની સાથે હતો.
2008માં બન્યો હતો કરોડપતિ
પોલાર્ડના અમીર બનવા પાછળની વાર્તા આઇપીએલથી નહી પરંતુ ઇંગ્લેન્ડથી શરૂ થઇ હતી. સ્ટેનફોર્ડ ઓલ સ્ટાર્સ ટીમ તરફથી રમતા તેને એન્ડ્રયૂ ફ્લિન્ટોફની વિકેટ ઝડપીને ઇઁગ્લેન્ડની ટીમને હરાવી હતી. આ મેચમાં ભાગ લેવા માટે તેને 1 મિલિયન ડોલર મળ્યા હતા.
કઇ રીતે બન્યો મુંબઇનો ફેવરેટ ?
આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં આવ્યા પહેલા કીરોન પોલાર્ડ ઘરેલૂ ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો ભાગ રહી ચુક્યો છે.
2009 ચેમ્પિયન્સ લીંગ ટી-20નું આયોજન ભારતમાં થયુ હતુ. ન્યૂ સાઉથ વેલ્સ ટીમ વિરૂદ્ધ રમાયેલ આ મેચમાં પોલાર્ડે હૈદરાબાદના સ્ટેડિયમમાં કુલ 18 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ ઇનિંગે ભારતીય પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. મેચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂ સાઉથ વેલ્સે તેને પોતાની સાથે રમવાની રજૂઆત કરી હતી.
2011માં લાગી હોડ
2011ના આઇપીએલ ઓક્શનમાં પોલાર્ડ સૌથી વધુ ડિમાન્ડમાં હતો. ચેન્નઇ સુપરકિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને પોતાની સાથે જોડવા માટે મોટી રકમ આપવા તૈયાર હતા પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે બાજી મારી લીધી. નીતા અંબાણીએ પોલાર્ડને 4.5 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો.
આઇપીએલની એક મેચમાં પોલાર્ડ રમુજી મુદ્રામાં

કિરોન પોલાર્ડ તેની માતા સાથે
સૌજન્ય
દિવ્ય ભાસ્કર