બાળકોથી લઈને વૃધ્ધ સુધીના બધા લોકોને આઈસ્ક્રીમ પસંદ હોય છે. ભાગ્યે જ અમુક લોકો હોય છે જે આના સેવનથી બચતા હોય છે.આમ તો આઈસ્ક્રીમ ખાવાની કોઈ સિઝન નથી હોતી પણ મોટાભાગના લોકો સમરમાં આઈસ્ક્રીમને વધારે પ્રેફર કરે છે. ચાલો જાણીએ આના ફાયદા વિષે…
આઈસ્ક્રીમ વિટામિન એ, બી 2 અને બી 12 થી ભરપૂર હોય છે. વિટામિન એ ત્વચા, હાડકાં, રોગ પ્રતિરોધક ક્ષમતા પર આધારિત છે. ઉપરાંત વિટામિન એ આંખોની રોશની વધારે છે.
આઈસ્ક્રીમ વિટામિન્સ, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ દૂધ અને અન્ય ઉત્પાદનોથી સજ્જ હોય છે જેમાં પ્રોટીન રહેલ હોય છે. પ્રોટીનથી આપણા શરીરમાં માંસપેશીઓ, ત્વચા, હાડકાં, લોહી માટે ફાયદાકારક હોય છે.
આઈસ્ક્રીમ નું સેવન કરવાથી વેઇટ લોસ કરી શકાય છે.
આઈસ્ક્રીમ ખાવાથી ટીશ્યુ અને સ્નાયુઓ મજબૂત બને છે. દરરોજ આઈસ્ક્રીમ જેવા દૂધના ઉત્પાદનો ખાવાથી ઑસ્ટિયોપોરોસિજ઼ નામની બીમારીને રોકી શકાય છે. આ બીમારીમાં હાડકાં પાતળા અને નબળા બની જાય છે.
બ્રિટિશ અખબાર ‘ડેલી મેલ’ ના અનુસાર સ્ટડી માં જાણવા મળ્યું છે કે વેનીલા ફ્લેવરને પસંદ કરતા લોકો પ્રેરક અને આદર્શવાદી હોય છે. ચોકલેટ ફ્લેવરને પસંદ કરતા લોકો નાટકીય અને લવ મૂડના હોય છે.
આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં થતી બળતરા દુર થાય છે.
આમાં કેલ્શિયમ તત્વ હોય છે, જે હાડકાને મજબૂત કરે છે. શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ સિવાય દૂધ માંથી બનેલ તત્વ જેમકે માખણ, ક્રીમ, ચીઝ, દહીં વગેરેનું સેવન કરવું જોઈએ. કેલ્સિયમ ફક્ત હાડકા જ નહિ પરંતુ વજન પણ ઘટાડે છે.