‘ઉંચે લોગો કી ઉંચી પસંદ’ : નીતા અંબાણી ના Expensive શોખ જાણીને ચક્કર આવી જશે!

nita_ambani_on_money_power_mukesh_ipl

દેશ અને દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાનીને કોણ નથી ઓળખતું?  નીતા અંબાણીએ આપણા દેશના સૌથી મોટા બિઝનેસ ટાઈકુનની વાઈફ છે અને IPL માં મુંબઇ ઇન્ડિયન્સની ઓનર છે. ઉપરાંત નીતા એ સક્સેસફૂલ બિઝનેસ વુમન પણ છે. નીતા અંબાણી પોતાના દિવસની શરુઆત ૩ લાખની ‘ચા’ સાથે કરે છે. આ ચા જાપાનની પ્રખ્યાત અને સૌથી જૂની કંપની ક્રોકરી બ્રાંડ ‘નોરીટેક’ ના કપમાં ચા પીવે છે. આ એક કપની કિંમત ૩ લાખ રૂપીયા છે. આ વાત તેમણે એક મીડિયા ઈન્ટરવ્યુંમાં જણાવી હતી.

નોરીટેક ક્રોકરીની ખાસ વાત એ છે કે આમાં સોનાની બોર્ડર છે અને આના ૫૦ પીસના સેટની કીમત દોઢ કરોડ રૂપિયા છે. એટલેકે એક કપની કિંમત ૩ લાખ રૂપીયા થઈ. આ સિવાય પણ નીતા અંબાનીના મોંધા શોખો છે.

Nita-Ambani-Starts-Her-Day-With-A-Cup-Of-Tea-Worth-3-Lakh-Rupee

નીતા અંબાણી પહેલા વધારે જાડી હતી પણ નુત્ય અને ડાઈટને કારણે પતલી થઇ ગઈ. તેણી આજે એક ફીટ ફિગર વાળી સેલિબ્રિટી બની ગઈ છે. નીતા સ્ટાઈલીશ અને એક્પેનસિવ ચપ્પલ ની શોખીન છે. તે ચપ્પલને એક વખત પહેર્યા પછી ક્યારેય ફરીવાર રીપીટ નથી કરતી. નીતા પાસે પાડ્રો, ગાર્સીયા, જિમીચુ, પેલમોડા અને માર્લીન જેવી બ્રાંડના ચપ્પલ અને સેન્ડલ છે. આ પ્રકારના બ્રાંડની શરૂઆત ૧ લાખ રૂપિયાથી થાય છે.

942796262

નીતા પાસે દુનિયાના સૌથી મોંધા હેન્ડબેગ નું કલેકશન છે. નીતા હેન્ડબેગ માટે શનેલ, ગોયાર્ડ અને જિમી ચુ જેવી બ્રાંડને પસંદ કરે છે. નીતાના બધા જ બેગમાં હીરાઓ જડેલા હોય છે. કારણકે નીતા અંબાણી ડાયમંડની ખુબ શોખીન છે. નીતાના પર્સની શરૂઆત ૩ થી ૪ લાખની કિમતે શરુ થાય છે.

nita-ambani-bag-collection_600x450

આ ઉપરાંત નીતા બ્રાન્ડેડ ધડીયાળની પણ શોખીન છે. તેના વોચ કલેકશનમાં બલ્ગેરિ, કાર્ટીજયર, રાડો, ગૂચી, કેલ્વિન ક્લેઇન અને ફોસિલ જેવી મોંધામાં મોંધી બ્રાંડ ઉપલબ્ધ છે. નીતાની બધી જવેલરીમાં હીરાઓ લગાવેલ હોય છે. આનાથી સાબિત થાય છે કે તે હોરાઓની દીવાની છે. અમીર લોકોની લાઈફ સ્ટાઇલ પણ સામાન્ય લોકોથી કઈક અલગ જ હોય છે.

nita-ambani-watch

નીતા અંબાણી ફક્ત દુનિયામાં ફેમસ નથી. પરંતુ તેમણે પહેરેલા કપડાઓ પણ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં જગ્યા બનાવે છે. પોતાની જ કંપનીના સીઈઓ ની પુર્ત્રીના લગ્નમાં નીતા એ એક સાડી પહેરી હતી. આ સાડીને બનાવવામાં આખું એક વર્ષ લાગ્યું હતું. આની ખાસિયત એ છે કે આને મશીનથી નહિ પણ ફક્ત હાથોથી જ બનાવવામાં આવી હતી. આ હતા નીતા અંબાણીના હાઈફાઈ શોખ, જેણે સાંભળીને કોઈને પણ ચક્કર આવી શકે છે.

766609867

Comments

comments


20,614 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 14