ગોલ્ડ કોન્ટેક્ટ લેન્સ લગાવેલી મહિલા
મહિલા હોય કે પુરૂષ હરકોઈને સોનાની જ્વેલરી પહેરવી ગમે છે. પરંતુ શું તમે ક્યારેય આંખો માટે બનેલા સોનાના લેન્સ વિશે સાંભળ્યુ છે? જો નથી સાંભળ્યુ તો આપને જણાવી દઈએ કે મુંબઈના ડોક્ટર ચંદ્રશેખર ચવને આવા કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા છે. જે 24 કેરેટ સોનામાંથી બનેલા છે.
મુંબઈના ડોક્ટર દ્વારા બનાવાયેલા આ લેન્સને લગાવ્યા બાદ આંખો ચમકવા લાગે છે. અનેક લોકોએ તેને ટ્રાઈપણ કર્યા છે. યુઝ બાદ કેટલાકે તેને ભયાનક ગણાવ્યા તો કેટલાક લોકોએ તેના એક્સપિરિયન્સને શાનદાર ગણાવ્યો. લેન્સની કિંમત 9 લાખ 33 હજાર રૂપિયાથી લઈને 11 લાખ 19હજાર વચ્ચે છે. હાલ તો ભારતમાં શેખર આઈ રિસર્ચ તેને એક અલગ રીતે આંખોમાં લગાવવાનું કામ કરે છે.
જો કે, હજુપણ અમેરિકામાં આ પ્રકારના લેન્સ લગાવવાની મંજૂરી અપાઈ નથી. ત્યાંના જાણકારોનું માનવું છે કે 5 ગ્રામ વજનના આ લેન્સને લગાવવાથી આંખોની રોશની વધારે પ્રભાવિત થઈ શકે છે. તો ડોક્ટર ચવનનું કહેવુ છે કે આ લેન્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોની આંખોમાં સામાન્ય લેન્સથી થોડી અલગ રીતે તેને લગાવવાના હોય છે.
ગોલ્ડ લેન્સ બનાવનાર ડૉ. ચવનની તસવીર
સૌજન્ય
દિવ્ય ભાસ્કર