ઇન્ડિયન પ્રીમિયર લીંગની 8મી સિઝનની ત્રીજી મેચમાં જ્યોર્જ બેઇલીએ ફટકારેલ શોટને ટીમ સાઉથી અને કરૂણ નાયરે બાઉન્ડ્રી પર અદભૂત રીતે ઝડપી લીધો હતો. મેચની 19મી ઓવરના અંતિમ બોલે ફોકનરે બોલને જ્યોર્જ બેઇલીને નાખ્યો. જ્યોર્જ બેઇલીએ શોટ ફટકાર્યો અને તે બોલ બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે ટીમ સાઉથીએ કુદકો મારી બોલને બહારની તરફ ધકેલ્યો. ત્યારે પાછળથી કરૂણ નાયરે દોડતો આવી બોલ નીચે પડે તે પહેલા જ તેને પકડી લીધો હતો. ક્રિકેટના ઇતિહાસમાં આ કેચ સુવર્ણ અક્ષરે નોધાઇ ગયો છે. સાઉથી અને કરૂણ નાયરના આ કેચની ચારે તરફ ચર્ચા થવા લાગી છે.
IPL 8: રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 26 રનથી હરાવ્યું
અદભુત કેચ : બાઉન્ડ્રી લાઇન પર રોયલ્સના કરુણ નાયર અને ટીમ સાઉથીનો સુંદર તાલમેલ
સાઉથીનો પ્રયાસ : જ્યોર્જ બેઇલી દ્વારા ફટકારેલા શોટને સાઉથીનો કેચનો પ્રયાસ
બેલેન્સ : ટીમ સાઉથીએ બાઉન્ડ્રી લાઇનથી બચવા બોલ અંદર ઉછાળ્યો અને પોતાનું બેલેન્સ ગુમાવ્યું
નાયરની ચપળતા : સાઉથીએ ઉછાળેલા બોલને સાઇડમાં ઊભેલા કરુણ નાયરે ચપળતાથી ઝડપ્યો
ઉજવણી : અદભુત કેચ ફિનિશ કર્યા બાદ સાઉથી અને કરુણ નાયરે હવામાં કૂદીને ઉજવણી કરી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર