ઈંસ્ટન્ટ બનાવો ગુજરાતી ડીશ ‘દાબેલી’

સામગ્રી

Kacchi Dabeli

* ૧૧/૨ ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો,

* ૨ ટેબલ સ્પૂન મીઠી ચટણી,

* ૧ ટેબલ સ્પૂન પાણી,

* ૧ ટેબલ સ્પૂન તેલ,

* ૧૧/૪ બાફેલા અને ક્રશ કરેલ બટાટા,

* સ્વાદાનુસાર મીઠું,

* ૩ ટેબલ સ્પૂન પાણી,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૨ ટેબલ સ્પૂન છીણેલું નારિયેળ,

* ૨ ટેબલ સ્પૂન દાડમના દાણા,

* ૧ ટેબલ સ્પૂન લીલા લસણની ચટણી,

* ૧/૨ ટેબલ સ્પૂન મીઠી ચટણી,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કાંદા,

* ૧ ટેબલ સ્પૂન સેકેલી સિંગ,

* ૧ ટેબલ સ્પૂન ઝીણી સેવ.

રીત

U_V_7383

એક બાઉલમાં દાબેલીનો મસાલો, મીઠી ચટણી અને પાણી નાખીને ધટ્ટ મિશ્રણ બનાવવું. હવે એક ડીપ પેનમાં તેલ ગરમ થયા બાદ તૈયાર કરેલ ધટ્ટ મિશ્રણ નાખવું. આને ૧ થી ૨ સેકંડ સુધી જ કુક થવા દેવું. ત્યારબાદ તેમાં ક્રશ કરેલ બાફેલા બટાટા અને મીઠું નાખીને મિક્સ કરી લેવું. બરાબર મિક્સ કરવા માટે પાણી નાખવું. હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢવું અને થોડું ઠંડુ થવા દેવું. પછી આ મિશ્રણમાં સમારેલ કોથમીર, છીણેલું નારિયેળ અને દાડમના દાણા નાખવા.

હવે એક દાબેલીનું પાવ લેવું. તેમાં સ્વાદાનુસાર લસણની ચટણી અને મીઠી ચટણી લગાવવી. પછી તૈયાર કરેલ બટાટાનો મસાલો નાખવો અને પ્રેસ કરવો. હવે તેની ઉપરના લેયરમાં સમારેલ કાંદા અને સિંગ નાખવી. ત્યારબાદ ઉપરના પડમાં સ્વાદાનુસાર લસણની ચટણી અને મીઠી ચટણી લગાવવી. પછી છેલ્લે ઝીણી સેવ નાખવી અને પાઉંના ઉપરના પડને બંધ કરી દેવું. ત્યારબાદ બટર નાખીને શેકવી. તો તૈયાર છે ગુજરાતી ડીશ દાબેલી.

Comments

comments


10,049 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 36