ઇન્દોર સ્થિત શનિદેવના આ મંદિરમાં અભિષેક તેલથી નહિ પણ પાણીથી થાય છે, જાણો કેમ?

juniIndoreShanidev-2

મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરમાં શનિ મહારાજ ની એક મોટી ચમત્કારી મૂર્તિ છે. આ મંદિરને બધા લોકો શનિ દેવના નામે જાણે છે.

કહેવામાં આવે છે કે આ વિશ્વનું પહેલું એવું મંદિર છે જ્યાં શનિદેવનો અભિષેક તેલથી નહિ પણ દૂધ અને પાણીથી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આખી સ્ટોરી શું છે.

ઇન્દોરના જૂની શનિ મંદિરમાં શનિદેવ બિરાજમાન છે. આ મંદિરની વિશેષ વાત એ છે કે અહી શનિદેવ નો સિંદુરી શ્રીંગાર કરવામાં આવે છે. 16 શ્રીંગારમાં શનિદેવ નું આ રૂપ ભક્તોને ડરાવતું નથી પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.

મોટાભાગે લોકોમાં શનિદેવના નામથી ડરતા હોય છે. કારણકે તેમને ક્રુરતાનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ શનિદેવના આ મંદિરમાં ભક્તો શનિદેવના 16 શ્રીંગાર જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે. તેમના મન માંથી ભય નીકળી જાય છે. લોકો જણાવે છે કે આ મંદિરની અંદર જતા જ તેમને દિવ્ય શક્તિનો અનુભવ થાય છે.

juniIndoreShanidev-1

ઇન્દોરના જૂની ઇન્દોર વિસ્તારમાં શનિ મંદિર પોતાની પ્રાચીનતાને કારણે જેટલા ફેમસ છે તેટલા જ વધારે ફેમસ છે પોતાના ચમત્કારી કિસ્સાઓને કારણે. સામાન્ય રીતે  શનિદેવને ક્રુરતાનું પ્રતિક માનવામાં આવે છે અને બધા મંદિરોમાં શનિ મહારાજની પ્રતિમા કાળા પથ્થરથી બનેલ હોય છે, જેના પર કોઈ શ્રીંગાર કરવામાં નથી આવતો. પરંતુ આ મંદિરમાં એવું નથી. અહી દેવને આકર્ષિત શ્રીંગાર કરવામાં આવે છે.

આ મંદિરમાં શનિદેવ ને શાહી પોશાક પહેરાવવામાં આવે છે. જો તમે શનિ દેવના કારણે હેરાન હોવ તો શનિવારે શનિ મંદિરમાં જઈને તેલ અર્પણ કરવું. આ ઉપાયથી શનિદેવ શાંત થઇ જશે. એવું માનવામાં આવે છે કે જો કોઈ હનુમાનનો ભક્ત હોય તો તેને શનિદેવ હેરાન ન કરે. જો તમે દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર માં જઇને પૂજા પાઠ કરો તો આનાથી તમે શનિ ના પ્રકોપથી બચી શકો છો.

શનિદેવનું આ મંદિર ચતુર્ભુજ આકારનું છે અને આની ઉપર કોઈ છત નથી. મંદિરની ચારેય કોર 12 થાંભલાઓ છે. આ થાંભલા પર અલગ અલગ રાશીઓ અનુસાર યંત્ર બનેલ છે. અહી આવતા દરેક ભક્તો રાશી અનુસાર થાંભલાની પૂજા કરે છે. માન્યતા અનુસાર અહી શનિદેવની પૂજા બાદ પોતાની રાશિના થાંભલા પર દોરા બાંધવાથી માંગેલી મન્નત પૂરી થાય છે.

આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે આ સ્વયં નિર્મિત છે. આનું નિર્માણ કોઇપણ વ્યક્તિએ નથી કર્યું. પરંતુ શનિદેવ અહી જાતે જ પધાર્યા છે.

Comments

comments


6,380 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 3