ઇન્ડિયન રેસિપી – પાલકની કરી

સામગ્રી

DSC01714

* ૧/૪ કપ પીસેલું નારિયેળ,

* ૧/૨ ટેબલ સ્પૂન આખા ધાણા,

* ૧/૨ ટેબલ સ્પૂન આખુ જીરું,

* ૧/૪ ટેબલ સ્પૂન મેથીના દાણા,

* ૩ લાલ મરચાં,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૧/૨ કપ પાણી

રીત

એક બાઉલમાં પીસેલું નારિયેળ, આખા ધાણા, આખુ જીરું, મેથીના દાણા, લાલ મરચાં, હળદર અને પાણી નાખીને પીસી લેવું. તો તૈયાર છે કરીની પેસ્ટ.

કરી બનાવવા માટે

maxresdefault

સામગ્રી

* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ ટેબલ સ્પૂન રાઈ,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ લસણ,

* ૫ થી ૬ લીંબડાના પાન,

* ૧/૨ કપ સમારેલ ટામેટાં,

* ૧ કપ ફણગાવેલા મઠ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧૧/૨ કપ પાણી,

* ૨ કપ સમારેલી પાલક,

રીત

હવે કરી બનાવવા માટે એક ડીપ નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખીને ગરમ થયા બાદ રાઈ, સમારેલ લસણ અને લીંબડાના પાન નાખીને એક બે સેકન્ડ સુધી હલાવવું. હવે આમાં તૈયાર કરેલ કઢીનો પેસ્ટ નાખીને એક થી બે મિનીટ સુધી હલાવવું. ત્યારબાદ આમાં સમારેલ ટામેટાં નાખીને ફરીવાર એક થી બે મિનીટ સુધી હલાવવું. હવે ફણગાવેલા મઠ, મીઠું નાખીને બરાબર હલાવી લેવું. પછી આમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવું અને દસ મિનીટ ઢાંકી રાખવું.

ત્યારબાદ આ મિશ્રણમાં સમારેલી પાલક નાખીને મિક્સ કરી લેવું. આને એક થી બે મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર છે પાલકની કરી. તમે આને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,783 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4