આ Tips અજમાવી ને બનાવો એકદમ ખુબસૂરત નખ

maxresdefault

મજબુત અને આકર્ષક નખ હાથ ની ખુબસુરતી વધારવા મહત્વપૂર્ણ છે. નખ કઠોર પારદર્શી કેરોટીન પદાર્થ થી બને છે. નખ ને સુંદર બનાવવા માટે લોકો કલાકો સુધી બ્યુટી પાર્લરમાં જઈને નેલ આર્ટ, નેલ ક્રીમ અને મેનીક્યોર વગેરે કરાવે છે. જોકે, આ બધુ થોડા સમય પુરતુ જ છે.

ઘરેલું ઉપાયોથી તમે નખની સુંદરતા વધારી શકો છો એ પણ સારી રીતે…

*  સાબુના ફીણમાં લીંબુનો રસ મેળવીને હાથ તે પાણીમાં બોળીને ૪ થી ૭ મિનીટ સુધી ડુબાવો. ત્યારબાદ સાફ પાણીથી હાથ ઘોવા. પછી તેની ઉપર કોલ્ડ ક્રીમ અને ફ્રુટ ક્રીમ થી મસાજ કરો.

*  નખ ને સુંદર બનાવવા બેકિંગ સોડાને ગરમ પાણીમાં નાખી તેમાં હાથ ડુબાવો. આ પ્રયોગ અઠવાડિકયામાં ફક્ત એક જ વાર કરવો. આનાથી નખ સફેદ અને શાઈની બનશે.

*  બ્યુટીફૂલ નેલ બનાવવા માટે હાથ ને મીઠાના હુફાળા પાણીમાં ડૂબાડો. આને ૪ થી ૫ મિનીટ સુધી ડૂબાડવા. બાદમાં આને સ્વચ્છ પાણીથી ઘોઈ તેના પર કોઇપણ સારી ક્રીમથી માલીશ કરો.

*  નખને નારિયેળ તેલ કે એરંડી ના તેલથી મસાજ કરો.

*  જો નખમાં કચરો હોય તો લીંબુના છિલકાથી ઘસીને તેમાં ફસેલ મેલ કાઢી શકો છો.

*  હંમેશાં નેલ પોલીશ નખમાં રહે તો નખને ઓક્સિજન નથી મળતો. આના કારણે તે પીળા પડી જાય છે. તેથી આને અવોઇડ કરવું.

*  ભોજન માં કેલ્શિયમ યુક્ત લીલા શાકભાજી નું સેવન કરવું. આ નેલ ને મજબુત કરવાનું કામ કરે છે.

Comments

comments


10,430 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 2 = 18