પક્ષીને જોવું એ છે શુભ
ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે જે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો લાભ મળે છે. પરંતુ, દિવાળીના દિવસ સિવાય પણ અન્ય દિવસે ઘુવડને જોવો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પણ, અન્ય દિવસોમાં ખુલી આખે ઘુવડને જોવાથી કઈ લાભ થતો નથી.
જે વ્યક્તિ પોતાના સ્વપ્નમાં ઘુવડ જોવે છે તેને ભગવતી લક્ષમીની કૃપા પ્રાપ્ત થાઈ છે.
પોતાને ઉપરની બાજુ ચઢતા જોવો
ઘન પ્રાપ્તિ માટે તમારે પ્રગતિ કરવી જરૂરી છે અને પ્રગતિ હોય તો જ ધન પ્રાપ્તિ થાય છે. આપણા સપના પણ આપણને કઈક આવો જ ઈશારો કરે છે.
વિજ્ઞાન અનુસાર વ્યક્તિ સપનામાં પોતાને ઉપરની બાજુ ચઢતા એટલે કે પ્રગતિ કરતા જેવે છે તો એ સંકેત છે કે વ્યક્તિની ખુબ જલ્દીથી પ્રગતિ થશે અને તેને ધન પ્રાપ્તિનો લાભ મળશે.
વૃદ્ધ વ્યક્તિ અથવા ભગવાન દેખાવવા
સપનામાં ભગવાનને જોવા એ તો ખુબજ સારું સ્વપ્ન મનાય છે. આ સપનું જે લોકોને આવે છે તેને થોડા દિવસોમાં જ સફળતા પ્રાપ્ત થાય છે. આ સપનું એ વ્યકત કરે છે કે વ્યક્તિનો કિસ્મતનો દરવાજો ખુલી ગયો છે.
ભગવાનનું સપનું જોવા સમાન જ છે કોઈ સાધુ અથવા વૃદ્ધ વ્યક્તિને જોવા. આ એક શુભ ફળદાયી છે. આ સપનું તમને એ જણાવે છે કે તમને મોટું માન-સમ્માન મળવાનું છે.
અર્થી દેખાય એ ફળદાયી છે
શકુનશાસ્ત્ર માં જણાવવામાં આવ્યું છે કે માર્ગમાં અર્થી દેખાય તો તમારી યાત્રા લાભદાયી બને છે.
શકુનશાસ્ત્રની જેમ સ્વપ્નશાસ્ત્ર પણ કહે છે કે સપનામાં અર્થી દેખાય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિને આ સપનું દેખાય છે તેને કોઈ મોટો લાભ પ્રાપ્ત થાય છે.
શૃંગાર કરતી સ્ત્રી દેખાય
સપનામાં શૃંગાર કરતી સ્ત્રી દેખાય તો તે ખુબ શુભ માનવામાં આવે છે. આનાથી કુવારા વ્યક્તિને લગ્ન થવાનો સંકેત મળે છે. વિવાહિત વ્યક્તિને પણ સ્ત્રી સુખની પ્રાપ્તિ થાય છે.
જો સપનામાં કોઈ પુરુષ એ જોવે કે બે સ્ત્રીઓ સાથે શૃંગાર કરે છે તો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પરંતુ, જો સ્ત્રી આ સપનું જોવે તો તેની સાથે કઈક ખરાબ થવાનો સંકેત દર્શાવે છે.
આવી રીતે કોઈ પુરુષ બે પુરુષને શૃંગાર કરતા જોવે તો એ શુભ સ્વપ્ન ન ગણાય.
રસોઈ બનાવતા જોવું એ ગણાય શુભ
જો તમને ખાવાનું બનાવવું પસંદ ન હોય તો પણ એજ ઈચ્છા રાખો કે તમે સપનામાં જાતે રસોઈ બનાવતા હોય.
સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં વ્યક્તિ પોતાના હાથેથી આગ લગાવીને ભોજન બનાવતો હોય તો એ સપનું શુભ માનવમાં આવે છે.
આ સપનાનો સંકેત એ છે તમને નોકરી કે રોજગારમાં ઉન્નતિ પ્રાપ્ત થવાની છે. આ ઉપરાંત ધન લાભ થવાની પણ સંભાવના છે.
સપનામાં દાડમ ખાવું
તમને દાડમ ખાવાનું પસંદ છે, જો હા તો તમે ખુલ્લી આંખોએ દાડમ ખાઓ.
જો તમને દાડમ પસંદ નથી તો પણ તમારે એ પ્રાર્થના કરવી જોઈએ કે તમે ખુલ્લી આંખોએ દાડમ ન ખાઓ પણ, સપનામાં પોતાને દાડમ ખાતા જરૂર દેખાવ.
આનું એ કારણ છે કે લાલ- લાલ દાણાઓ વાળા પાકેલા મીઠા દાડમ ખાતા પોતાને સપનામાં જોતા ધનની પ્રાપ્તિ થાય છે.