આ એક્ટરોને વારસામાં જ મળી છે સ્ટાઈલ!

5 family has been inherited the same sense of style!

આપણને બધાને કેટલાક ગુણો વારસામાં મળતા હોય છે. પરિવાર સાથે મોટા થવું એટલે સ્વાભાવિક જ આપણને કેટલાક વિચારો, ઈમોશન અને આઈડિયા જિન્સમાં મેળવતા હોઈએ છીએ, જે આખા જીવન દરમિયાન આપણી સાથે રહેતા હોય છે. કેટલાક લાકો આના કરતાં વધારે આગળ વધીને વધારે પ્રેરણા લેતા હોય છે, અને તેને પોતાની પર્સનલ સ્ટાઈલ સાથે જોડીને દુનિયા સમક્ષ રજૂ કરતા હોય છે. આજે અમે આવા જ પાંચ પરિવારની વાત કરવાના છીએ, જેમની સ્ટાઈલ તમના લોહીમાં વહી રહી છે. પરિવારનો કોઈ એક જ સદસ્ય નહીં, આખે-આખો પરિવાર તમને સ્ટાઈલિશ લાગતો હોય છે.

Saif Ali Khan and Family:

5 family has been inherited the same sense of style!

આ ખાનદાનમાં જન્મ લેવો એ ખરેખર નસીબની વાત છે, અને તેથી જ સૈફ અલી ખાનને તેની ચોક્કસ સ્ટાઈલ વારસામાં જ મળી છે તેવું આપણે કહી શકીએ. આ અભિનેતાએ પોતાની સ્ટાઈલ પિતા Mansoor Ali Khan Pataudi પાસેથી મેળી છે. જેના કારણે સૈફ એક શાર્પ ડ્રેસર છે. તેની માતા અને તેમના જમાનાની બોલિવૂડ ડિવા, શર્મિલા ટાગોર પણ કોઈપણ પ્રકારના પ્રયત્નો વગર પણ એકદમ બ્યૂટિફૂલ લાગે છે. વેસ્ટર્ન વેઅરથી લઈને રોકિંગ ઈન્ડિયન સિલુઅટ્સમાં સુધી તેમણે ટ્રાય કર્યા છે અને બધામાં તે રોકિંગ જ લાગ્યા છે. Soha Ali Khan, સૈફની બહેન પણ ખુબ જ સ્ટાઈલિશ લાગતી હોય છે, અને પત્ની Kareena Kapoorની તો સ્ટાઈલમાં કોઈ વાત જ થાય તેમ નથી! એવો કોઈ પોષાક નથી  બન્યો જે આ ડિવા કૅરિ કરી ના શકે, અને તે ભાગ્યે જ ફેશન ભૂલ કરતી જોવા મળે છે.

The Bachchans:

5 family has been inherited the same sense of style!

બીગ બી અને તેમનો પરિવાર હંમેશા વેલ-ડ્રેસ્ડ ફેમિલિ અને નામાંકિત લોકોની લિસ્ટમાં આવે છે. આ પરિવારના બંન્ને પુરુષો પ્રસંગ અનુસાર સારું ડ્રેસિંગ કરવા માટે જાણીતા છે. આ ડ્યૂઓ હંમેશા સ્ટાઈલિશ સૂટ્સ અથવા તો ક્લાસી બંધગળા પહેરેલા જોવા મળે છે. જો આ પરિવારની સ્ત્રીઓની વાત કરવામાં આવે તો તે પણ એટલી જ સ્ટાઈલિશ છે. Jaya Bachchan તેમના દરેક પબ્લિક અપિઅરન્સમાં એલિગેન્ટ ઈન્ડિયન વેઅરમાં જોવા મળે છે, તો બીજી તરફ Aishwarya પણ વારાફરતી સુંદર ઈન્ડિયન અને વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળતી હોય છે. તેને પ્રસંગ અનુસાર ડ્રેસિંગ કરવામાં ખુબ જ સારી ફાવટ છે. તે પોતાના દરેક લુકને એકદમ રોકિંગ રીતે જ કૅરિ કરતી હોય છે. પરિવારની દિકરી Shweta Nanda પણ એટલી જ શાર્પ ડ્રેસર છે અને ગોર્જિયસલી પોતાના ફેવરિટ ડિઝાઈનર ડ્યૂઓ Abu Jani અને Sandeep Khoslaના ડિઝાઈનર આઉટફિટ પહેરતી હોય છે.

Sonia Gandhi and Family:

5 family has been inherited the same sense of style!

ભારતનું આ રાજકીય પાવરહાઉસ એટલે કે Sonia Gandhi, ખરા અર્થમાં એ વ્યક્તિ છે જેણે પોતાના પરિવારને પાવરફૂલ ડ્રેસિંગ અને સ્ટાઈલ પણ આપી છે. ઈટલીથી આવેલા સોનિયાએ સુંદર સ્કર્ટની જગ્યાએ એલિગેંટ અને સ્માર્ટ સાડીને પોતાની રાજકીય કારકિર્દીમાં અપનાવી લીધી છે. Rahul Gandhi પણ ક્રિસ્પવાળા વ્હાઈટ કુર્તામાં દરેક સ્થળ પર જોવા મળે છે, જેનો સીધો અર્થ થાય કે તેમનામાં પિતા Rajiv Gandhiને લોકો જોઈ શકે. જો વાત કરીએ બહેન Priyankaની તો તેની એક અલગ ઈમેજ છે. તેને પોતાના વેસ્ટર્ન વેઅરને પાર્લામેન્ટમાં પહેરવામાં પણ કોઈ વાંધો હોતો નથી અને ભાઈ કે માતાને સપોર્ટ કરતી રેલીમાં ખાદીની સાડી પહેરવામાં પણ કોઈ છોછ કરતી નથી. Robert Vadraનું પોતાની એક અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. તની મૉનોક્રોમ V-neck ટી, ફિટેડ ટ્રાઉઝર્સ અને ક્લાસી બ્લેઝર્સ પણ સુંદર લુક આપે છે.

Anil Kapoor’s Clan:

5 family has been inherited the same sense of style!

આ પરિવારમાં દરેક વ્યક્તિ સ્ટાઈલ આઈકૉન છે. Anil Kapoorના મેસ્કયુલિનલુકથી લઈને Sonam Kapoorના જૉ-ડ્રોપિંગ રેડ કાર્પેટ અપિઅરન્સ, તેઓ જે પણ કરે તે ફેશનેબલી ફ્લૉલેસ હોય છે. Suneeta Kapoor, અનિલના પત્ની પોતાના બ્લેગ પ્રત્યેના પ્રેમ માટે ખુબ જ જાણીતા છે. આ જ્વેલરી ડિઝાઈનર મિસિસ કપૂરને, તેઓ જેમાં ખુબ જ સુંદર લાગે તેવી બ્રિલયન્ટ જ્વેલરી પહેરવી પસંદ કરે છે. બહેનો Rhea and Sonam Kapoorની સ્ટાઈલ તો વિશ્વમાં વખણાય છે. અનિલનો દિકરો  Harshwardhan Kapoor, કે જે ટૂંક જ સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, તે પણ પોતાના ગુડ લુક અને સ્ટાઈલિશ દેખાવના કારણે અમારી સ્ટાઈલ રડાર પર છે.

Nusli Wadia and Family:

5 family has been inherited the same sense of style!

આ ભારતના સૌથી જૂના બિઝનેસ પરિવારમાંથી એક છે. Nusli Wadiaનો પરિવાર હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેઓ તેમનો બિઝનેસ એથિક્સ અને સ્ટાઈલ સાથે કરે. Bombay Dyeingના આ 70 વર્ષીય હેડ પોતાના સ્ટાઈલિશ સૂટ્સ માટે હંમેશા ઓળખાય છે. તેમના પૂર્વ પત્ની Maureen એક બ્યૂટી આઈકૉન છે અને તેઓ પોતાના ડિઝાઈનર સાડી પ્રત્યેના પ્રેમ માટે વધારે ઓળખાય છે. Ness Wadia પણ આ પરિવારનો બીજો એક સ્ટાઈલિશ ડ્રેસર છે. જો કે નેસ પ્રસંગ અનુસાર ડ્રેસિંગ કરે છે, તેના કેઝ્યુલ સિલુઅટ્સમાં પણ તમને ક્લાસ અને સ્ટાઈલની સેન્સ જોવા મળે છે. તેનો નાનો ભાઈ Jehangir Wadia પણ હંમેશા ફોર્મલ વેઅરને વળગી રહે છે. જ્યારે તેની પત્ની Celine Wadia બધું જ ટ્રાય કરે છે. સેલિના દિલથી ફેશનિસ્ટા છે અને તે જે પણ લુક કૅરિ કરે તેમાં તે ગ્રેસફૂલ જ લાગતી હોય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,262 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =