પુરૂષોના દિમાગને પારખી શકવું ખરેખર મુશ્કેલ છે, miss! જો તમે એવું વિચારતા હોવ કે પુરૂષોને માત્ર ક્રિકેટ, ફૂડ અને સેક્સ સિવાય અન્ય કોઇ ચીજની પરવા નથી હોતી, તો અમે તમને જણાવી દઇએ કે તેઓ ઘણું બધું નિરિક્ષણ કરતા રહે છે. અહીં, તમને 10 એવી બાબતો અંગે જણાવી રહ્યા છીએ, જે પુરૂષો સતત સ્ત્રીઓમાં ઓબ્ઝર્વ કરતાં હોય છે.
કલરઃ
કલર અંગે ક્યારેય એવું ના વિચારતા કે પુરૂષો ટેસ્ટલેસ હોય છે, પણ કલરનો ઓવરડોઝ ચોક્કસથી તેમના ટેસ્ટને ખરાબ કરી દેશે. તમારાં બ્લૂ ચિનોઝ, ગ્રીન ટીશર્ટ, યલો બેગ્સ અને રેડ આઇઝને તેઓ વખાણશે તો ખરાં, પણ એકસાથે નહીં.
પરફ્યૂમઃ
દરેક પુરૂષને સારાં પરફ્યૂમની સ્મેલ પસંદ હોય છે, પણ તેના ઓવરડોઝને ચોક્કસથી તેઓ નકારી દે છે. તમે Victoria Secret’sનું પરફ્યૂમ લગાવ્યું છે, તે જાણવા માટે તેઓને તમારી નજીક આવવા દો. પરફ્યૂમના ઓવરડોઝથી તેઓને તમારાંથી દૂર ના ધકેલો.
ફૂટવેરઃ
પુરૂષો આ પ્રકારના અવાજ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે. ઓફિસમાં હાઇ હિલ્સનો tick-tock અવાજ તેઓને પોતાનું કામ બાજુ પર મુકીને તમારી સામે જોવા માટે મજબૂર કરે છે. પણ આ જ અવાજ થિયેટરમાં અકળાવી દે છે. તેથી તમારાં ફૂટવેરને પ્રસંગ અનુસાર પસંદ કરો. મૂવી કે એડવેન્ચર પાર્કની મુલાકાત દરમિયાન હાઇ હિલ્સ ના પહેરો.
ઝાંઝરઃ
ભારતીય પરંપરા અનુસાર, સ્ત્રીઓએ પગમાં છમ-છમ અવાજ કરતાં ઝાંઝર પહેરવા જોઇએ. પરંતુ મોર્ડન પુરૂષને આ અવાજ બધા જ સ્થળોએ ઇરિટેટ કરી દે છે. તેઓ સ્ટાઇલિશ અને સિંગલ એન્કલને જોઇને ખુશ થશે. પણ આ જ ઘૂંઘરું તમારી બેગ્સ, દુપટ્ટા, કૂર્તી, ઇયરિંગ્સ અને બેગલ્સમાં જોઇને ચોક્કસથી ત્યાંથી ભાગી જશે.
Rear-view ઇશ્યુઃ
કારમાં મુસાફરી દરમિયાન તમે વારંવાર લિપસ્ટિકના શેડ્સને ચેક કરવા માટે રિઅર-વ્યૂ મિરરને આમ-તેમ કરી દેતા હશો. આ બાબત ચોક્કસથી પુરૂષોને અકળાવી દે છે. તેઓ કદાચ આ બાબત તમને કહેશે નહીં, પણ વારંવાર રિઅર-વ્યૂને એડજસ્ટ કરવાનો તેઓને કંટાળો આવી જાય છે.
ચમકવાળા ક્લોથઃ
જો તમારો બોયફ્રેન્ડ જ્વેલર હોય તો ઠીક છે, નહીં તો વધારે પડતા ઝાકમઝોળવાળાં કપડાં ચોક્કસથી તેને નિરાશ કરી દેશે. તો હવેથી તમે જ્યારે કપડાં પહેરો તો તેની ચમકને ધ્યાનમાં રાખજો, નહીં તો તમને જોવા માટે તમારાં બોયફ્રેન્ડે સનગ્લાસિસ પહરેવા પડશે.
બોડી હેરઃ
જો તમે મિડી અથવા અન્ય કોઇ ડ્રેસ જેમાં તમારાં પગ દેખાવાના હોય તે પહેરી રહ્યા છો, તો તમારાં બોડી હેરને રિમૂવ કરી દો. જો તમારી પાસે પાર્લર જવાનો સમય નથી તો તમારાં એન્કલ-લેન્થ ડ્રેસને જ રેડી રાખો.
મેક-અપઃ
વીડિયો ગેમ્સ બાદ, પુરૂષો આ એક બાબત પર ચોક્કસથી હકારમાં માથુ ધૂણાવશે. મેકઅપ ઓવરડોઝને પુરૂષો હંમેશા બીગ Noની સાઇન આપતા હોય છે. સામાન્ય મિટિંગ દરમિયાન પણ તમારાં મેકઅપને સહજ રાખો અને એ દરમિયાન મેટ અને ન્યૂડ કલરનો ઉપયોગ કરો.
‘Am I looking fat in this?’:
જો તમારે તમારાં બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ કરવું હોય તો જ આ સવાલ પૂછજો. કારણ કે તે તમને કંઇ પણ કહેશે અને તે સફેદ જૂઠ જ હશે.
બેગ સાઇઝઃ
ATM card કે પાર્કિંગ સ્લિપને શોધવા માટે તમે તમારી લાંબી અને મોટી બેગમાં વારંવાર શોધખોળ કર્યા કરો, એ વાત ચોક્કસથી તમારાં બોયફ્રેન્ડને પસંદ નહીં આવે. પ્રેક્ટિકલ બનો અને સમય અનુસાર તમારી બેગ પસંદ કરો. જો તમે શોપિંગ માટે જતા હોવ તો એક લાર્જ શોપિંગ બેગ લઇને જાવ પરંતુ સિંગલ ડેટ અથવા સ્પેશિયલ પ્રસંગ માટે વોલેટ પરફેક્ટ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર